Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ખંભાળિયા સુખનાથ મહાદેવ પાસે તેલી નદી પર બનતા પુલનો મુદ્દો આર.સી.એમ.માં ચર્ચાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૪ : સલાયા ગેઇટ પાસે તેલી નદી ઉપર સુખનાથ પાસે પુલનું કામ ચાલતુ હોય આ પુલમાં જે નાલા પાણીીના નિકાલ માટે મુકાયો છે તેમાં થી પાણીનો પુરતો નિકાલ ના થાય તથા પુરમાંપાણી નજીકના વિસ્‍તારો તથા સુખનાથ મહાદેવ મંદિરમાં ઘુસી જવાની શકયતા હોય આ અંગે સ્‍થાનિક સામાજિક કાર્યકર આલાભાઇ ગોઝીયાએ પ્રાદેશીક ન.પા. નિયામકને રજુઆત કરતા નિયામક શ્રી વ્‍યાસની સુચનાથી ઇજનેર એન.આર.નંદાણીયા, નિયામક ઇજનેર તથા અરજદાર સાથે રાજકોટ ખાતે મીટીંગ ગોઠવીને ચર્ચા વિચારણા કરીને આ પ્રશ્ન હલ કરવા પ્રયાસ કરાયો હતો.

હાલમાં જે પુલ બને છે તેમાં પાંચ નાલાનું આયોજન છે તેમાં વધુ નાલા બનાવીને વરસાદના પાણીનો નિકાલ પુર વખતે વધુ થાય તેવું આયોજન કરવાનું હાથ ધરવામાં આવ્‍યું છે. ેથી પુર કે વરસાદ વખતે અહી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ના થાય

દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા સમર્પણ દિન ઉજવાશે

ભાજપના સ્‍થાપક અને પ્રેરણાષાોત પંડિત દિન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ તા.૧૧-ર-ર૩ના રોજ હોય આ દિવસને ભાજપ દ્વારા સમર્પણ દિન તરીકે ઉજવવાનું આયોજન થયુ હોય  દ્વારકા જિલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલ તથા તેમની ટીમ દ્વારા પણ દ્વારકા જિલ્લામાં આયોજન હાથ ધરાયુ છે.

જિલ્લામાં વિવિધ મંડળોના હોદેદારો કાર્યકરો દ્વારા જાહેર સ્‍થળે પંડિત દિનદયાળની પ્રતિમા ફોટાને પુષ્‍પાંજલિ, વ્‍યકિતત્‍વ કર્તવ્‍ય વિષે વકતવ્‍યો, મોદી સરકારની ગરીબ કલ્‍યાણ કાર્યક્રમો અંગે ચર્ચાઓ ગોષ્‍ઠીઓ જાહેર સ્‍થળો પર સ્‍વચ્‍છતા તથા વૃક્ષારોપણ અંગે કાર્યક્રમ સમર્પણ દિવસની સમર્પણનીધિ માટેનું  યોગદાન નમો એપ ચેક કે આર.ટી.જી.એસ દ્વારા લેવાનુ છે રોકડથી નહિ. રાજયભરમાં આ સમર્પણ દિવસની ઉજવણી કરવા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે.

વિશ્વકર્મા જયંતિની ઉજવણી

વિશ્વકર્મા જયંતિની ઉજવણી ગુર્જર સુતાર જ્ઞાતિ ખંભાીળયા દ્વારા કરવામાં આવી હતી.

ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી ખાતે વિશ્વકર્મા મંદિરમાં ભવ્‍ય કાર્યક્રમો યોજાયા હતા. સવારે ૬ વાગ્‍યે મંગળા આરતીથી કાર્યક્રમોની શરૂઆત થઇ હતી. સાત વાગ્‍યે પાટોત્‍સવ હવન શરૂ થયો હતો. ૧૦.૩૦ વાગ્‍યે નુતન ધ્‍વજારોહણ અને ૧૧ વાગ્‍યે દાતાઓનું સન્‍માન થયુ હતુ તથા બપોરે ૧ર વાગ્‍યે થાળ આરતી તથા સમુહ ભોજન પ્રસાદ યોજાયો હતો.

સાંજે૭.૩૦ વાગ્‍યે પણ મહા આરતી તથા સમુહ ભોજન પ્રસાદ તથા રાત્રે દાંડીયારાસનો સામુહીક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ખંભાળિયા શહેર તથા આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારના ગુર્જર સુતાર જ્ઞાતિજનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

તમામ કાર્યક્રમોનાદાતા તરીકે સ્‍વ. જગજીવનભાઇ ભાટડીયા તથા સ્‍વ. મયાકુંવરબેન ભાટડીયાની સ્‍મૃતિમાં તેમના પરિવારના ઓધવજીભાઇ ભાટડીયા તથા ભારતીબેન ભાટડીયા હાલ યુકે ખાસ ઉપસ્‍થિત રહયા હતા તેમનું સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતુ.

ડુમરાળિયાને જામનગર પ્રા. જિ. શિ.નો ચાર્જ સોંપાયો

દેવભુમી દ્વારકા જિલ્લા માધયમીક શિક્ષણાધિકારી તરીકે કામ કરતા તથા દ્વારકા જિ. પ્રા. શિ.નો વધારાનો  ચાર્જ સંભાળતા જિ. શિ. એસ.જે. ડુમરાળિયાને વધુ એક ચાર્જ જામનગર પ્રા. જિ. શિ. તરીકેનો આપવામાં આવતા તેમણે તે ચાર્જ સંભાળ્‍યો છે. લાંબા સમયથી જિ. શિ. તરીકે જામનગરમાં વર્ગ-રના છત્રપાલસિંહ જાડેજા ચાર્જમાં હતા. જિ.શિ. તરીકે એલ.જે.ડુમરાળિયાને મુકવા સી.એમ.કાર્યાલયની સુચનાના પગલે તેમને તાકીદે મુકાયા છે તથા છત્રપાલસિંહને છુટા કરાયા છે.

ઉલ્લેખનીય છે કે હાલ દ્વારકા જિલ્લામાં પ્રાથમીક શિક્ષણને દોડતુ કરી દેનાર જિ. શિ. એસ.જે.ડુમરાળિયા અગાઉ પણ જામનગર જિ. શિ. તરીકે કામગીરી કરી ચુકયા છે.

બેરાજા ગામે મંદિરમાં એક લાખનું દાન

બેરાજા ગામે વાછરાદાદાના મંદિરનું કામ ચાલી રહયુ હોય આ કામમાં સ્‍વ. સામતભાઇ રવજીભાઇ પરમાર પરિવાર દ્વારા એક લાખનું દાન આપવામાં આવ્‍યુ હતુ. સ્‍વ. સામતભાઇ પરિવાર સાથે ખીમાભાઇ રવજીભાઇ તથા અરજણભાઇ રવજીભાઇ પરિવારજનો પણ જોડાયા હતા.

(1:28 pm IST)