Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

રિસામણે આવ્‍યા પછી પરપુરૂષ સાથે પ્રેમ સંબંધમાં ગર્ભવતી થયા બાદ જન્‍મ થયેલ નવજાત બાળકને ત્‍યજી દેવાના જામનગરના પ્રકરણમાં ચારની અટકાયત

જામનગર તા.૪ (મુકુંદ બદિયાણી દ્વારા): જી.જી.હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં બાકડા પાછળ એક નવજાત બાળકને કોઇ અજાણ્‍યા ઇસમ ત્‍યજી જતા રહેલ હોય જે અન્‍ડીટેકટ ગુન્‍હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વરુણ વસાવાની સુચના અને પોલીસ ઈન્‍સપેકટર એચ.પી.ઝાલા માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્‍સ.ડી.એસ.વાઢેર તથા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પ્રયત્‍નશીલ હતા

સીટી બી ડીવી.પો.સ્‍ટે.ભાગ અ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૯૨૩૦૨૨૨/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૧૭ મુજબનો ગુન્‍હો વણશોધાયેલ હતો આ કામે ફરિયાદમાં જણાવ્‍યા મુજબ કોઇ અજાણ્‍યા ઇસમો જામનગર જી.જી.હોસ્‍પિટલના કમ્‍પાઉન્‍ડ રાત્રીના સમયે એક નવજાત બાળકને ત્‍યજી દઇ અનડીટેકટ ગુન્‍હો દાખલ થયેલ હોય સદર ગુન્‍હા શોધી કાઢવા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો સતત પેટ્રોલીંગમા હતા.

સર્વેલન્‍સ પો.સ.ઇ ડી.એસ.વાઢેર સ્‍ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્‍યાન સર્વેલન્‍સ સ્‍ટાફના માણસોને સંયુકત રીતે બાતમી મળેલ કે ન્‍યુ ઇદીરા કોલોની, ખેતીવાડી સામે, શેરી નં.૪ રહેતા કલ્‍પનાબેન પારીયાએ નવજાત બાળકને જન્‍મ આપેલ છે અને તેઓએ તથા તેમના પરીવારના સભ્‍યોએ રાત્રીના સમયે જી.જી.હોસ્‍પીટલના કમ્‍પાઉન્‍ડ બાકડા પાછળ નવજાત બાળકને ત્‍યજી જતા રહેલ છે જે હકીકત આધારે મજકુર મહીલા રહેણાંક મકાને જતા ઘરે કલ્‍પનાબેન ડો/ઓ જમનભાઇ વાલજીભાઇ પારીયા વા/ઓ વિજયભાઇ અમુભાઇ બોખાણી અનુ.જાતી ઉ.૨૯ રહે. ન્‍યુ ઇંદીરા કોલોની, ખેતીવાડી સામે, શેરી નં.૪, જામનગર વાળા હાજર મળી આવેલ

જેઓને પ્રાથમિક પુછપરછ કરતા કલ્‍પનાબેન સાસરેથી અઢી ત્રણ વર્ષથી રીસામણે તેના માતાના ઘરે આવતા રહેલ હોય અને આ દરમ્‍યાન અન્‍ય એક પુરુષ સાથે પ્રેમસંબંધ થઇ જતા તેની સાથે શરીર સંબંધ બંધાતા તે ગર્ભવતી થઇ ગયેલ જણાવેલ અને બનાવ બનેલ તે દીવસે કલ્‍પનાબેનને દુખાવો થતા તેનો ભાઇ દર્પણ સ/ઓ જમનભાઇ વાલજીભાઇ પારીયા તથા તેની માતા વિજયાબેન વા/ઓ જમનભાઇ વાલજીભાઇ પારીયા તથા તેની બહેન નીતાબેન ડો/ઓ જમનભાઇ વાલજીભાઇ પારીયાએ તેણીને એક રીક્ષામાં બેસાડી જામનગર જી.જી.હોસ્‍પીટલ લઇ આવેલ અને જી.જી.હોસ્‍પીટલ કમ્‍પાઉન્‍ડમાં પહોંચતા ત્‍યાજ પ્રસુતી થઇ જતા મેડીકલ સ્‍ટાફ કે અન્‍ય કોઇને જાણ કર્યા વગર બાળકને જી.જી.હોસ્‍પીટલના કમ્‍પાઉન્‍ડમાં ત્‍યજી દઇને બધા જતા રહેલ હોવાનુ જણાવી ગુનાની કબુલાત આપતા ચારેય આરોપીઓ એકબીજાની મદદગારી કરેલ હોય ઉપરોકત ચારેય આરોપીઓને હસ્‍તગત કરી વધુ કાર્યવાહી માટે બી.બી.કોડીયાતરને સોપી આપી વણ સોધાયેલ ગુન્‍હો શોધી કાઢેલ છે.

આ કામગીરી પો.ઇન્‍સ.એચ.પી.ઝાલા પો.સબ.ઇન્‍સ.ડી.એસ.વાઢેર, બી.બી.કોડીયાતર તથા પો.હેડ.કોન્‍સ ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, પ્રદ્યુમનસિંહ જાડેજા તથા રાજેશભાઇ વેગડ તથા પો.કોન્‍સ.ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ રાણા વિપુલભાઇ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે

(1:31 pm IST)