Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

કાલાવડના નિકાવામાં માતાના મૃત્‍યુબાદ સાત વર્ષેની ગમગીન રહેતી યુવતિનો આપઘાત

જામનગર : કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા બાલાભાઈ વીજાભાઈ માલવીયા, ઉ.વ.૬પ વાળા એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩-ર-ર૦ર૩ના મરણજનાર નાથીબેન બાલાભાઈ વીજાભાઈ માલવીયા, ઉ.વ.ર૭વાળા ની  માતા લખુબેન બાલાભાઈ નું સાતેક વર્ષ પહેલા અવસાન થયેલ હોય તેના મનમાં શોક લાગેલ હતો  ત્‍યારબાદથી માનસીક અસર જેવી થઈ ગયેલ હોય મનમા લાગી આવતા પોતે પોતાની મેળે હાથે ચારણ પીપડીયા રોડ પાસે આવેલ લાલજીભાઈ ટપુભાઈ મારવીયાની ખેતીની જમીન પાસે આવેલ પાણીના હોકળામાં આવેલ લીમડાના ઝાડની ડાળીમાં પ્‍લાસ્‍ટીકની દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા મરણ થયેલ છે.

કાલાવડ નાકા બહાર વર્લીમટકાના આંકડા લખતા બે ઝડપાયા

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિજયભાઈ બળદેવભાઈ કાનાણી એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા પાસે, ગુજરાતી વાડ માતમ ચોક પાસે આરોપી અબ્‍દુલકાદર હનીફભાઈ વાઢેર, તોહીદભાઈ ફરીજભાઈ શેખ એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧રપ૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા બે ઝડપાયા

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજવંતસિંહ જયવંતસિંહ મકા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટા પીરનો ચોકમાં આરોપી ગની ઈસ્‍માઈલભાઈ પતાસ, દિલાવરભાઈ ઈકબાલભાઈ મીઠવાણી એ ઘોડીપાસાનો જુગાર રમતા રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧ર૮૦/ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતા છ ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ખીમશીભાઈ ગોવિંદભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, અંધાશ્રમ પાછળ, વામ્‍બે દવા બજાર કોલોની બુઘ્‍ધવિહાર ચોકમાં આરોપી નીતેશભાઈ મુકેશભાઈ ચૌહાણ, ઉમેશભાઈ પંજાભાઈ ભગત, બચુભાઈ વાલજીભાઈ ખીમસુરીયા, કુલદિપસિંહ અનિરૂઘ્‍ધસિંહ રાઠોડ, ગૌતમભાઈ બલીરામ ગાંવડે, રોહિતભાઈ દિનેશભાઈ જીયા એ જાહેરમાં એક એક રૂપિયાના સિકકા ઉછાળી કાટ છાપનો જુગાર રમી રમાડી પેસાની હારજીત કરી રોકડા રૂ.૧૬૪૭ર ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગોકુલનગરમાં જુગાર રમતી ૧૦ મહિલા ઝડપાઈ

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ઓમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર, સોમનાથ સોસાયટી, શેરી નં.૩ ના છેડે આરોપી લીલાબા કિરીટસિંહ રણુભા, વર્ષાબેન ભાવેશભાઈ મગનભાઈ કંટારીયા, વિજયાબા બુટકસિંહ રાયજાદા, જવુબા કુંભાજી વાઢેર, કિશનબા અરવીંદસિંહ રણુભા વાઢેર, દેવુબા વેલુભા ઘેલુભા સોઢા, પાબીબેન ઉર્ફે ભાનુબેન રાયશીભાઈ ઉર્ફે લાલો દેવાયતભાઈ ડાંગર, પાયલબા કનુભા મોતીભા ઝાલા, આનંદબા રાજેન્‍દ્રસિંહ જોરૂભા ઝાલા, નયનાબેન જગદીશભાઈ જીવરાજભાઈ મકવાણા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૩,૬૮૦/- ના મુદામલા સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટરસાયકલ ચોરી થયાની રાવ

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં શીવ નારાયણ વિશ્‍વકર્મા, ઉ.વ.૪પ, રે. યાદવનગર, પુષ્‍પક એપાર્ટમેન્‍ટની સામેવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪-૧ર-ર૦રર ના ફરીયાદી શીવ નારાયણ એ પોતાના ઘરની બહાર પોતાનું હિરો હોન્‍ડા સ્‍પેલન્‍ડર પ્‍લસ મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-બી.ડી.-ર૧૭૮નું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દારૂની ૮૦ બોટલ સાથે ચાર ઝડપાયો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, અંધાશ્રમ પાછળ સત્‍યમ કોલોની અંડર બ્રીજ પાસે મહિલા આરતીબા વિરેન્‍દ્રસિંહ સોઢા, યુવરાજસિંહ રણજીતસિંહ જાડેજા તથા દારૂ સપ્‍લાય કરનાર આરોપી દિપક પુરોહિત એ પોતાના કબ્‍જા ભોગવટાના રહેણાક મકાનમાં આરોપી સાગરભાઈ રામજીભાઈ બારૈયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૮૦ કંમત રૂ.૪૦,૦૦૦/ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

લાલપુરમાં દારૂની ૮ બોટલ સાથે ઝડપાયો

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદેવસિંહ મંગળસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દેવ કાકાનો ચોક આરોપી કિશન હિતેશભાઈ સવસાણી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જા ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની રોયલ ચેલેન્‍જ પ્રીમીયમ સીલેકટ વ્‍હીસ્‍કી બોટલ નંગ-૮, કિમંત રૂ.૪૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગજાણા ગામે દારૂની ર બોટલ સાથે ઝડપાયો

જામનગર : લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિરણજી ઈશ્‍વરજી ઠાકોર એ ફરીયાદ નોંધાવી છે કે, ગજાણા ગામના બસ સ્‍ટેન્‍ડ પાસે આરોપી વિપુલ કરશનભાઈ પરમાર એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની રોયલ ચેલેન્‍જ પ્રીમીયમ સીલેકટ વ્‍હીસ્‍કી બોટલ નંગ-ર, કિમંત રૂ.૧૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

તુફાન ગાડીમાં ઈગ્‍લીશ દારૂનો જથ્‍થો લઈ જતા બે ઝડપાયા

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અજયસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ખરેડી ગામે ડેરી ગામ તરફ જતા કાચા રસ્‍તે દરગાહ પાસે આરોપી મહેશભાઈ ઉર્ફે નાનકો, કેવાનભાઈ મેહડા, દિલીપભાઈ ઉર્ફે દિલો ભંતરસીંગભાઈ જમરા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાન હવાલા વાળી તુફાન ફોરવ્‍હીલ કાર જેની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-પર, કિંમત રૂ.ર૬,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-ર કિંમત રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૩૬,૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ગાગવાધારમાં દારૂની ૪ર બોટલ સાથે ઝડપાયો

 મેઘપર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યુવરાજસિંહ ગજેન્‍દ્રસિંહ ઝાલા એ ફરીયાદ નોધાવી છે કે, ગાગવાધાર, રાંદલ માતાજીના મંદિર પાસે આરોપી પરબતભાઈ ભીખાભાઈ મસુરા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૪ર, કિંમત રૂ.ર૧,૦૦૦/- ના મુદામલા સાથે ઝડપાઈ ગયેલ છે.

હાર્ટએટેક આવતા વૃઘ્‍ધનું મોત

જામનગર : કાલાવડ ગામે આંબડેકરનગર શેરી નં.પ, જકાતનાકા પાસે રહેતા વિપુલભાઈ પ્રવિણભાઈ દેગડા, ઉ.વ.૩૩ વાળા એ કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર પ્રવિણભાઈ મેઘજીભાઈ દેગડા, ઉ.વ.પ૯ વાળા ને પોતાના ઘરે હાર્ટએટેક આવતા સારવારમાં લાવતા મરણ થયેલ છે.

 

ચંદ્રગઢમાં સવાર બે લાખનો દારૂ ભરેલ કાર ઝડપાઇ

જામનગર,તા. ૪ : ચંદ્રગઢ ગામ પાસેથી સ્‍વીફટ ડીઝાયર કાર રજી નં. જીજે-૬એએકસ૪૭૭૪ માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૪૩૨, કિ.રૂા. ૨,૧૬,૦૦૦ તથા સ્‍વીફટ ડીઝાયર કાર કિં. રૂા. ૪,૦૦,૦૦૦ ની મળી કુલ મુદ્દામાલ કિ. રૂા. ૬,૧૬,૦૦૦ને મુકી મજકુર કાર ચાલક રેઇડ દરમ્‍યાન નાશી ગયેલ હોય જે અંગેની ફરિયાદ પંચ બી.ડીવી. પો.સ્‍ટે.ના પો.હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલાએ આપેલ હોય અને આ કામેની આગળની તપાસ પો.કોન્‍સ. નિર્મળસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

આ કાર્યવાહીમાં પો.સબ ઇન્‍સ. એમ.એ.મોરી, પો. હેડ કોન્‍સ. નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, પો.કોન્‍સ. ખીમાભાઇ જોગલ, સુમિતભાઇ શિયાર, મહાવીરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ.

(1:35 pm IST)