Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જામનગર જીલ્લામાં ૩૧ ટીમો ત્રાટકીઃ ૩૮૮ જોડાણો ચકાસતા રર.૭૦ લાખની વીજચોરી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૪ : પીજીવીસીએલને કરોડોનો ચુનો લગાવતા આવા વીજચોરો સામે વીજ તંત્ર હવે લાલ આંખ કરી છે અને વ્‍વિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઇજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઇજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અનેક વિસ્‍તારો જિલ્લાઓમાં ઇજનેરોની સંખ્‍યાબંધ ટુકડીઓ દ્વારા સામુહીક વીજ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરીને આવા તત્‍વોને સબક શીખવવામાં આવે છે.

ઇન્‍ટોલેશન ચેકિંગ ડ્રાઇવના અનુસંધાને જામનગર જિલ્લાની શહેર-૧ અને શહેર-ર, વિભાગીય કચેરી હેઠળની હાપા જામનગર ગ્રામ્‍ય તેમજ સિકકામ પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્‍તારો એસ.આર.પી. સ્‍ટાફ તથા પોલીસ સ્‍ટાફના ચુસ્‍ત બંદોબસ્‍ત હેઠળ ઇજનેરોની કુલ ૩૧ જેટલ વીજ ચેકિંગ ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રેહણાંક વાણિજય ખેતીવાડી વગેરે મળીને કુલ ૩૮૮ જેટલા વીજ જોડાણો ચકાસવામાં આવ્‍યા હતા. જે પૈકી ૭૧ વીજ જોડાણોમાં જુદા જુદા પ્રકારની ગેરરિતી માલુમ પડતા કુલ રૂા.રર.૭૦ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્‍યા હતા.

નોંધનીય છે કે એપ્રિલ -રર થી ડિસેમ્‍બર રરના  સમયગાળા દરમિયાન જામનગર વર્તુળ કચેરી હેઠળ કુલ ૪ર૬૯૦ વીજ જોડાણો ચકાસવામાં આવ્‍યા છે. જેમાંથી કુલ પ૬૧૬ વીજ જોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ ૧૭.૪૮ કરોડના દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્‍યા છે. જયારે સમગ્ર પીજીવીસીએલ હેઠળઉપરોકત સમયગાળા દરમિયાન કુલ ૪૯૦૩પ૮ વીજ જોડાણો ચકાસીને કુલ પ૭૮૧પ વીજ જોડાણોમાંથી ગેરરીીત પકડીપાડી કુલ રૂા.૧૪૮.ર૯ કરોડના બિલ આપવામાં આવ્‍યા છે.

ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં  જ ભુજ અને અંજાર ઉપરાંત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અનેક સ્‍થળોએથી ખાનગી ટ્રાન્‍સફોર્મર દ્વારા થતી વીજચોરી પકડી પાડવામાં આવેલ છે. અને સુરેન્‍દ્રનગર પંથકમાં આવેલી લાઇમસ્‍ટોન્‍સની અનેક ખાણોમાં ઓચિંતુ ચેકિંગ કરીને કરોડો રૂપિયાની વીજચોરી પકડી  પાડવામાં આવેલ છે. ઉપરાંત મીઠાના અગરીયાઓ દ્વારા પણ મોટાપાયે વીજ ચોરી થતુ હોવાનું ધ્‍યાને આવતા આવા તત્‍વો પર પણ લગામ કસવામાં આવી છે.

આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્‍યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજ તંત્રના સુત્રોએ જણાવ્‍યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

 

(1:35 pm IST)