Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જૂનાગઢમાં આંગણવાડી પાસે ત્‍યજી દેવાયેલ બાળકીનું સારવારમાં મોત

અજાણી માતાની શોધખોળ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૪ : જૂનાગઢમાં આંગણવાડી પાસે ત્‍યજી દેવાયેલ એક દિવસની બાળકીનું સારવારમાં મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જૂનાગઢનાં દોલતપરામાં આવેલ આંગણવાડીના ગેઇટ પાસે બાળકીનો રડવાનો અવાજ આવતા જયાબેન જસાભાઇ સોલંકીએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે દોડી આવી તપાસ કરતા એક દિવસની બાળકી તાજી જન્‍મેલ બાળકીને તેની માતાએ ત્‍યજી દીધી હોવાનું જણાવ્‍યું હતું. બીજી તરફ પોલીસે તાત્‍કાલીક બાળકીનો કબ્‍જો લઇ સારવારમાં ખસેડી હતી.

પરંતુ આ માસુમ બાળકીનું સારવાર દરમ્‍યાન મૃત્‍યુ થયું હતું. પોલીસે અજાણી માતા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

પી.એસ.આઇ એ.ડી.વાળાએ આ માતાની શોધખોળ હાથ ધરી છે. (૨૨.૧૪)

(1:43 pm IST)