Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

કેશોદના બી.બી.કોળી સહિત જૂનાગઢ જિલ્લાના પાંચ પીઆઇને ડીવાયએસપીનું પ્રમોશન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૪ :  રાજયના ૧૦૨ પોલીસ ઇન્‍સપેકટરોને ડીવાયએસપીનું પ્રમોશન આપવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ જિલ્લાનાં પાંચ પી.આઇ.નો પણ સમાવેશ થાય છે.

જૂનાગઢ જિલ્લાનાં કેશોદના પી.આઇ. બી.બી.કોળી તેમજ એચ.એન.રાઠોડ જૂનાગઢ પીટીસીના જી.એસ.ચૌધરી અને ચોકી સોરઠ તાલીમ વિદ્યાલયના પીઆઇ  એ.એ.શેખ તથા આર.કે.પાઠકને નાયબ પોલીસ અધિક્ષકની બઢતી આપવામાં આવી છે.

આ પાંચ પીઆઇને ડીવાયએસપીનું પ્રમોશન આપ્‍યા બાદ હાલ તેઓને નવું પોસ્‍ટીંગ આપવામાં આવ્‍યુ નથી જો કે તેમને  તેમની મુળ જગ્‍યાએ યથાવત રાખવામાં આવ્‍યા છે. (૨૨.૧૪)

(1:45 pm IST)