Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મોરબીમાં લાંબા સમયના વિરામ બાદ કોરોનાનો નવો કેસ નોંધાયો.

છેલ્લા ત્રણ વર્ષથી કોરોના મહામારી વચ્ચે જીવી રહેલા મોરબીના નાગરિકોને વર્ષ ૨૦૨૩ ના પ્રારંભથી હાશકારો થયો હતો અને કોરોના કેસોમાં બ્રેક જોવા મળતી હતી જોકે આજે લાંબા વિરામ બાદ નવો એક કેસ નોંધાયો છે
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના ગ્રામ્ય પંથકના રહેવાસી ૪૦ વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે મોરબી જીલ્લામાં લાંબા વિરામ બાદ કોરોનાએ ફરી દેખા દેતા આરોગ્ય વિભાગે વિવિધ કામગીરી શરુ કરી છે.

(10:57 pm IST)