Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ધોરાજીમાં ડુંગળી પકવતા ખેડૂતોને ભાવ ન મળતા રાતા પાણીએ રડવાનો વારો આવ્યો

રાજ્યમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થયુ પરંતુ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાની

ધોરાજી :  ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 1500થી 2000 ગુણીની આવક થઈ રહી છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડના વેપારીઓનું કહેવું છે કે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ડુંગળીની આવક થઈ રહી છે. આ સ્થિતિમાં ખેડૂતો સાથે વેપારીઓને પણ થોડાઘણા અંશે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ જ કારણ છે કે વેપારીઓ પણ સરકાર તરફથી મદદ મળે તેવી માગ કરી રહ્યા છે.

(10:58 pm IST)