Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : પેપરમિલ એસો દ્વારા જયસુખ પટેલને સમર્થન આપવા અપીલ.

હવે જયસુખ પટેલને વિવિધ સંસ્થાઓનો ટેકો

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે આરોપી જયસુખ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ તેઓ રિમાન્ડ પર છે જે દુર્ઘટનામાં જયસુખ પટેલ મુખ્ય આરોપી હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું તો હવે જયસુખ પટેલને વિવિધ સંસ્થાઓનો ટેકો મળી રહ્યો છે જેમાં અગાઉ સિરામિક એસો, ટ્રક ટ્રાન્સપોર્ટ એસો સહિતની સંસ્થાઓ બાદ હવે પેપરમિલ એસોએ પણ સમર્થન જાહેર કર્યું છે

મોરબી પેપર મિલ એસો દ્વારા જયસુખ પટેલ અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રા. લીને પત્ર લખી ઓરેવા પરિવાર સૌરાષ્ટ્રભરમાં વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં અગ્રેસર રહ્યું છે ત્યારે સામાજિક અગ્રણી અને અગ્રણી ઉદ્યોગપતિને સપોર્ટ કરવાની સૌની ફરજ હોવાનું જણાવી જયસુખભાઈ પટેલને સપોર્ટ કરવા અપીલ કરી છે

(11:03 pm IST)