Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મોરબી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શાળામાં આકાશ દર્શન કાર્યક્રમ યોજાયો.

મોરબી :આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ શ્રી સત્યસાંઈ વિધાલય ખાતે આકાશ દર્શન કાર્યક્રમ યોજાયો હતો

જે આકાશ દર્શન કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો અને ગ્રામ્ય પંથકના લોકોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં તેઓએ આકાશ દર્શન નિહાળવાનો લ્હાવો લીધો હતો આકાશ દર્શન માટે ટેલીસ્કોપની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ટેલીસ્કોપ વડે આકાશ દર્શન કરતા તમામને ગ્રહ અને નક્ષત્ર વિશે લોક વિજ્ઞાન કેન્દ્રના દીપેન ભટ્ટે માહિતી આપી હતી.

   
(11:56 pm IST)