Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સુરેન્દ્રનગરમાં 17મીએ જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે

સુરેન્‍દ્રનગર ખાતે આગામી તા.૧૭/૦૨/૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે યોજાનાર છે. જે અન્વયે પ્રથમ તબક્કામાં સંસદસભ્‍ય, ધારાસભ્‍યઓ સાથે અને ત્યારબાદ અધિકારીઓ સાથેની બેઠક યોજાશે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ ઉપસ્‍થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે

(12:17 am IST)