Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ઉપલેટામાં જુદી જુદી બે જગ્યાએથી 96 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે 7,13,000નો મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ

ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે કે જાડેજા તથા પો.સબ ઇન્સ. કે.એસ. ગરચર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પ્રોહી-જુગારની પ્રવ્રુતી શોધી કાઢવા માટે પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન પો.ઇન્સ.કે.કે.જાડેજાને ખાનગી રાહે હકીકત આધારે ઉપલેટા આદર્શ શેરીમા રહેતા નીલ મહેશભાઇ કાલરીયા ગે.કા રીતે ઇગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે વાડલા રોડ બાજુથી પોતાની ગાડીમાં લઇને આવે છે તેવી ચોક્ક્સ અને ભરોસાપાત્ર હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ વોચમાં રહી વાડ્લા રોડ તરફથી ઉપલેટા તરફ બાયપાસ પુલ પાસે એક બ્લુ કલરની સ્વીફટ ફોર વ્હીલ દૂર આવતી હોય જે કાર ઉભી રખાવી ચેક કરતા તે કારની પાછળની શીટમા જોતા તેમાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારુની જુદી જુદી બ્રાન્ડની બોટલો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ જેમા નીચે મુજબ મુદામાઅલ કબ્જે કરેલ છે.

 કબ્જે કરેલ મુદામાલ(1)સીગ્રામ્સ બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રિમીયમ વીસ્કી દારૂની શીલબંધ બોટલો નંગ-૩૪ કી.રૂ.૩૦,૬૦૦/ તથા (૨)રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વીસ્કી દારૂની શલબંધ બોટલો નગ-૨૪ી,રૂ,૧૨,૪૮૦/- તથા (૩)એક બ્લુ કલરની સ્વીફટ કાર જેની કી.રૂ.૬,૦૦,૦૦૦ તથા (૪)એક સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ જેની કી.રૂ.૨૦,૦૦૦/- એમ કુલ કી.રૂ.૬,૬૩,૦૮૦નો મુદામાલ કબ્જે કરેલ છે.

 પકડાયેલ આરોપી નીલ મહેશભાઇ લરીયા( રહે.ઉપલેટા આદર્શ સોસાયટી તા.ઉપલેટા વાળા)ને હસ્તગત કરેલ છે

 જ્યારે બીજા બનાવમાં ઉપલેટા સ્વામીનારાયણ સોસાયીમા રહેતા કિશન સંગ્રામભાઇ સોલંકીએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગે.કા રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ જઇને આરોપીના કબ્જા ભોગવટાના રહેણાંક મકાન માં તપાસ કરતા મકાનની અંદરથી ભારતીય બનાવટની વીદેશી દારૂના સફેદ કલરની ત્રણ પેટી જોવામાં આવેલ જે પેટીમા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની સીગ્રામ્સ બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રિમીયમ વીસ્કી બ્રાન્ડની બોટલો સાથે કબ્જે કરીને કાયદેસરનીકાર્યવાહી કરેલ જેમાં નીચે મુજબ મુદામાલ કબ્જે કરેલ છે.

કબ્જે કરેલ મુદામાલ(૧) સીગ્રામ્સ બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રિમીયમ વીસ્કી દારૂની શીલબંધ બોટલો નંગ-૩૬ કી.રૂ.૩૦,૬૦૦ તથા (૨) તથા (૨) એક સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ જેની કી.રૂ.૨૦,૦૦૦/- એમ કુલ કી.રૂ.૫૦,૬૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

  પકડાયેલ આરોપી :(૧) કીશન સંગ્રામભાઇ સોલંકી (રહે.ઉપલેટા સ્વામીનારાયણ સોસાયટી ભાગવતી પાર્ક-1 ) ને હસ્તગત કરેલ છે. (ર)નીલ મહેશભાઇ કાલરીયા( રહે.ઉપલેટા આદર્શ સૌસાયટી તા.ઉપલેટા વાળા)ને અટક કરવા પર બાકી)

આ કામગીરીમાં પોલીસ ઇંન્સપેક્ટર.કે.કે.જાડેજા તથા પો.સબ ઇન્સ. કે.એસ.ગરચર તથા પો.હેડ.કોન્સ હરદેવસિંહ ચુડાસમા પો.કોન્સ, દિનેશભાઇ ગોંડલીયા, નિશાંતભાઇ પરમાર, કૌશિકભાઇ ચાયાપરા, હિમાંશુભાઇ હુણ, સત્યપાલસિંહ જાડેજા,જોડાયા હતા

(12:36 am IST)