Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

શ્રી રઘુવંશી સોશ્યિલ ગ્રુપ દ્વારા સમસ્ત લોહાણા જ્ઞાતિના બાળકો માટે સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર (સમૂહ જનોઈ) નું આયોજન કરાયું

ગામે ગામથી 21 બટુકો ને એકી સાથી સમૂહ જનોઈ વિધિ કરાવી: ચોટીલાના સુપ્રસિદ્બ બેન્ડ-બાજા સાથે ભવ્ય કાશીયાત્રા યોજી

ગોંડલ : શ્રી રઘુવંશી સોશ્યિલ ગ્રુપ દ્વારા સમસ્ત લોહાણા જ્ઞાતિના બાળકો માટે સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર (સમૂહ જનોઈ) નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગામે ગામથી 21 બટુકોને એકી સાથી સમૂહ જનોઈ વિધિ કરાવી સમાજ માટે એક ઉમદા કાર્ય કરવામાં આવેલ હતું. જેમાં સંસ્થા વતી મુખ્ય યજમાન પદે મનીષ રાયચુરા, કમલેશ તન્ના જોડાયા હતા.

આ તકે ચોટીલાના સુપ્રસિદ્બ બેન્ડ-બાજા સાથે ભવ્ય કાશીયાત્રા યોજી હતી જેમાં સમાજના શ્રેષ્ઠિઓ, જ્ઞાતિજનો તેમજ 21 બટુકો તેમજ તેમના પરિવારજનો સાથે મોટી સંખ્યા ઉપસ્થિત સૌ કોઈ જૂમી ઉઠ્યા હતા.

 આશીર્વચન સમારંભમાં ગોંડલ રામજી મંદિરના મહંત જયરામદાસજી મહારાજ તેમજ ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ ડો. રવિદર્શનજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જ્ઞાતિજનો ને આશીર્વચન પાઠવેલ હતા અને દાતાઓ નું સન્માન કરવામાં આવેલ હતું 

 આ પ્રસંગે સમારંભના પ્રમુખ સ્થાને શ્રી રઘુવંશી સોશ્યિલ ગ્રુપના પ્રમુખ  વિક્રમભાઈ તન્ના, શ્રી ગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા,  લોહાણા વિદ્યાર્થી ભવન ના મેં.ટ્રસ્ટી કિશોરભાઈ ઉનડકટ, જ્યોતિષભાઈ કોટક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ જ્ઞાતિજનો માટે સમૂહ પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી 

સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો લાભ લીધો હતો અને શ્રી રઘુવંશી સોશ્યિલ ગ્રુપ ની ટીમના આ કાર્ય ને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મિતુલ ખીમાણી દ્વારા કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન મિલન ગઢીયા - ધવલ પોન્દા - મોહિત રાજાણી સહીત શ્રી રઘુવંશી સોશ્યિલ ગ્રુપ ની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

   
(7:51 pm IST)