Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

લીંબડી હાઇ-વે ઉપર આઇસર પલ્ટી જતા ૯૦૦ મરઘીના મોત

આણંદથી વાંકાનેર જતી વખત ડ્રાઇવરે કાબુ ગુમાવતા ચણ અને પાણી વગર પક્ષીઓ મોતને ભેટ્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૪: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે ઉપર સામે આવતા આઇસરના ચાલકે સામે આવતા એક વાન સામે પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આઇસર પલટી મારી ગઇ હતી જેમાં ૯૦૦ જેટલી મરઘીઓઓના ચણ પાણી વગર મોત નિપજયા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

આણંદથી ૯૦૦ જેટલી મરઘીઓ ભરીને વાંકાનેર ખાતે આઇસર જઈ રહ્યું હતું ત્યારે લીંબૅૅડી રાજકોટ હાઇવે ઉપર સામે આવતા વાહન અને મરઘી ભરેલું આઇસર સામસામે આવી જતા આઇસરના ચાલકે આઇસર ઉપર કાબુ ગુમાવતા પલટી મારી ગઇ હતી જેમાં આણંદ થી વાંકાનેર જતા ૯૦૦ જેટલા મરઘાઓ ના લીમડી રાજકોટ હાઇવે ઉપર મોત નિપજયા હતા ત્યારે ડ્રાઈવરે જણાવ્યું હતું કે આ મરઘાના મોત ચણા પાણી વગરના થયા હોવાનો અંદાજ લગાવ્યો હતો ત્યારે આઇસરના ચાલકે હાઈવે ઉપરના મૃતદેહ નાખી અને ચાલ્યા જવાના કારણે આ વિસ્તારમાંથી પસાર થતાં વાહન ચાલકોમાં સામાન્ય રીતે કચવાટ જોવા મળ્યો હતો આ મૃત મરઘાઓ રાખવાના કારણે બ્લડ ફ્લૂની દહે સત પણ વરતાઈ રહી હોવાનું લોકોએ જણાવ્યું હતું ત્યારે ૯૦૦ મરઘાના મોતથી જીવદયા પ્રેમીઓમાં પણ ભારે અરેરાટી ફેલાઇ જવા પામી હતી ત્યારે આ મરઘા આણંદ થી વાંકાનેર જઈ રહ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

(11:47 am IST)