Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

લોકડાઉનના બીજા રાઉન્ડનો માર શ્રમજીવીઓ સહન કરી શકશે..?

મજુરી કરીને પેટીયુ રળતા વર્ગમાં બીજા લોકડાઉનનો ભય : લોકડાઉનના પ્રથમ રાઉન્ડમાં રાજય સરકારે વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ તમામ વર્ગને આપ્યો નથી : કેટલીક જગ્યાએ સડેલુ-ગુણવત્તા વિનાનું અનાજ વિતરણ થયાની ફરીયાદો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૪ : કોરોના પ્રથમ રાઉન્ડ એક વરસ આશ્વાશન વચ્ચે પૂર્ણ થયો અને તેની સફળતાનો યશ લોકડાઉન અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સરકારના નામે આપી રહ્યા છે. પ્રથમ રાઉન્ડમાં ખબર મહત્વપૂર્ણ રહેલ તો વિશ્વ જયારે કોરોનાના આઘાતમાં ઘેરાયેલ હતું કોઇ દિશા સુઝતી ન હતી. વૈજ્ઞાનિકોએ કોરોના દર્દની મુંઝવણમાં ફસાવેલ આ દર્દીને નાથવા દિશા અને દશા સુઝતી ન હતી ત્યારે ભારત સરકારના સહયોગથી વિજ્ઞાનીકો કોરોના મહાત કરવા રાતદિવસ મહેનત કરતા રહેલ અને રસી શોધી તબિબતે ભારતને અચંબામાં મુકી દીધુ. દવા કંપનીઓએ સરકારી સુચના અનુસાર કોરોના વેકસીન રસીનું ત્રણ દવા કંપનીની ફેટકરીમાં ઉત્પાદન શરૂ કર્યુ. ભારતમાં સરકારે વિનામુલ્યે કોરોના વેકસીન સરકારી હોસ્પિટલમાં કોરોના મહાત્તા કરવા વેકસીન પહોંચાડી રાજય સરકારે પણ વેકસીન અપનાવી સરકારી હોસ્પિટલો, સી.એચ.સી. સેન્ટ પી.એચ.સી. નગર પાલીકાઓ મહાપાલીકાઓ, જીલ્લા પંચાયતોના માધ્યમ દ્વારા વિનામૂલ્યે ૪પ વર્ષથી ઉપરની વ્યકિતને આપવાનું શરૂ કર્યુ જે કોરોના સંક્રમણમાં રાહત આપનાર ગણાય છે.

કોરોના વેકસીન માનવતા ખાતર ભારત સરકારે કોરોના સંક્રમિત દેશોને વિનામૂલ્યે આપવાની પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી વિશ્વના મહાન દેશો યુ.એસ.એ. યુ.કે. આરબ રાષ્ટ્રો, પાડોશી બાંગલાદેશ, પાકિસ્તાન વિગેરેને પહોંચાડી માનવતાનું ભેદભાવ વગરનું ઉદાહરણ પુરૂ પાડયું અને ભારતમાં કોરોના અંકુશમાં આવ્યો. પ્રથમ સંપૂર્ણ ભારત બન્યુ. તેમ છતાં દાવા મુજબ સંપૂર્ણ કોરોના મુકત ભારત બન્યુ ન હતું. કારણ કે કોરોના કેશ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં બીજી તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ કોરોના સફળતાનો દાવો લોકડાઉન માસને આગળ રાખી કરી રહયા છે. તેની વિશ્વસનીયતા કેટલી ? આમ સામાન્ય નાગરીકોને કાયદાભંગ જાહેરનામા ભંગમાં દોષીત માની પોલીસના માધ્યમથી કાયદાનો નિયમો દંડો પછાડાય છે. કેશ કરાય સ્થળ પર દંડ વસુલાય દંડાયેલ વ્યકિતની વાત સંભળાય નહી પરિસ્થિતિ સમજાય નહી. આ બધુ કોણ સહન કરે છે. સોશ્યલ ડીસ્ટન્સના ભંગ બદલ વેપારી ઉપર ગુન્હો દાખલ  કરાય દંડ વસુલાય ત્યારે ભારતના વડાપ્રધાનશ્રી રાજયો સરકારશ્રીના મુખ્યમંત્રીશ્રી અને રાજય કેન્દ્રના મંત્રીઓ રેલીઓ કાઢે હાજરી આપે. માણસો ભેગા કરે. માસ ન પહેરે અનેક રૂપ રંગ સજી રાજકીય ઢંગધડા વગરના  પ્રદર્શન જાહેરમાં કરે. સરકારી અધિકારીઓ-પોલીસ કર્મીઓ માસ ન પહેરેે. માણસોભેગા કરે કચેરીમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવે નહી મીટીંગો યોજો નિયમ ભંગ જરે તો તેની સામે પગલા કેમ નહી?

છેલ્લા એક માસ વધુ સમયથી કોરોનાનો બીજો રાઉન્ડ બેકાબુ બન્યો છે. દિન પ્રતિદિન  અંકુશ બહાર જાય છે. અટકવાનું નામ લેતો નથી દિન પ્રતિદિન પરિસ્થિતી વણસતી જાય છે. આવા સમયે તોળાતા લોકડાઉનના બીજા રાઉન્ડનો ભય શ્રમજીવીઓના વધ્યો છે.

પ્રથમ લોકડાઉનમાં કેન્દ્ર સરકારે તમામ વર્ગના રેશનકાર્ડ ધારકોને રાહત દરે અનાજ આપવાની સુચના સાથે હુકમ કરેલ રાજય સરકારને સુચના પરિપત્ર મોકલી આપેલ. રાજય સરકારે રેશનકાર્ડ ઉપર વિતરણ વ્યવસ્થા કરી પરંતુ તમામ વર્ગને લાભ આપ્યો નથી. તેમના વર્ગીકરણ કરવામાં આવેલ. ગરીબી -રેખા અતિ ગરીબી રેખા (અંત્યોદય) કાર્ડ ધારકમાં અન્નપુર્ણા યોજના હેેઠળ માન્ય થયેલ હોય સિકકા મારેલ હોય તેને પરંતુ કેન્દ્ર સરકારની યોજના હેઠળ એ. પી. એલ. કાર્ડ ધારકોને મા અન્નપૂર્ણા યોજના હેઠળ સરકારે નકકી કરેલ નિયત દરે ઘઉં, ચોખ્ખા-કઠોળ આપવાનું જણાવેલ તે પણ પૂરતો લાભ મળ્યો નથી. અનાજ-કઠોળ વિતરણ સંડેલું નબળુ  ગુણવતાનું રાજય સરકાર દ્વારા વિતરણ કરાય છે. જે આરોગ્ય પર ખતરાની ઘંટી બજાવે રજૂઆત કરે એક ઘરથી બીજા ઘર તુમાર શાહીનું ભાણું ઠેલા ઠેલ. પોરબંદરમાં આ મોટી ફરીયાદ છે. સરકારી ગોડાઉન પરથી વિતરણ કરાય છે. મોટે ભાગે ઘઉંમાં ભુસ્સો, કઠોળમાં સડો પડી ગયેલ. જીવાત બેસી ગયેલ. જયારે સરકાર ટેકાનાં ભાવ આપી ઉત્તમ કવોલીટીના ધાન્ય-કઠોળ-ઘઉં-ખરીદ કરે છે નબળો માલ હોય તો ખેડૂત પાસેથી ખરીદવામાં આવતો નથી. પાછો આપી દેવાય છે.

કોરાનાનો બીજો રાઉન્ડ અતિસંક્રમણ ભરેલો પસાર થઇ રહ્યો છે. કોરાના દર્દી આંક વધતો જાય છે. સરકારે જાહેરાત કરી દીધેલ છે કે લોકડાઉન નાખવા ઉત્સુક નથી તેમ છતાં સ્થાનીક વેપારી જુદા જુદા એશોસીએશન-સંસ્થાઓ આગળ આવી સ્વૈચ્છીક લોકડાઉનનો અમલ કરી રહેલ છે આઠ થી પંદર દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે. છતા ગેરંટી ખરી કે લોકડાઉનથી કાબુમાં કોરાના આવશે. માસ પહેરવાથી લોકકોરાના રક્ષણ મળુ છે  બહાર ખરીદીમાં ફરવાથી કોરોના સંક્રમણ મળે છે. બાગબગીચા ખુલ્લા જાહેર હરવા ફરવા સ્થળોને કોરાના અનુસરી જાહેરનામા પ્રસિદ્ધ જાળમાં ફસાવી દીધેલ છે જયાં ખુલ્લામાં શુદ્ધ હવા ઓકસીજન મળે તેવા સ્થળોએ હરવા ફરવા પર પ્રતિબંધ આ કઇ જાતનું વિજ્ઞાન ? કુદરતી હવામાન-બગીચાની હવા શ્વાસોશ્વસ મારફત ફેફસામાં પહોંચે છે. ખરાબી બહાર કાર્ય શુદ્ધ ઓકસીજન પુરોપાડે વાતાવરણ શુદ્ધતા મળે તેના બદલે પ્રતિબંધ વાયરસતો આપણા મગજમાં ભર્યો છે તેનેે આપણે દુર કરી શકતા નથી. સરકારી પદાધિકારી પ્રજાના મતથી ચુંટાયેલા પ્રજાના પ્રતિનિધી ભ્રષ્ટાચાર દુર કરે તો ઘણું?

(1:05 pm IST)