Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

પોરબંદરના લોહાણા સમાજના ૨૮ સભ્યો કોરોનાથી સંક્રમિત

વર્ષોથી કેરળના કોલ્લમમાં રહે છેઃ ૪ મહિનાથી ૭૨ વર્ષ સુધીના રૈયારેલા પરિવારના સભ્યો મહામારીની ઝપટમાં આવતા ચિંતા

રાજકોટ, તા. ૪ :. કોરોના મહામારીની ઝપેટમાં મુળ પોરબંદરના અને વર્ષોથી કેરળના કોલ્લમ શહેરમાં રહેતા લોહાણા સમાજના રૈયારેલા પરિવારના ૨૮ સભ્યો આવી જતા ચિંતા પ્રસરી ગઈ છે.

'અકિલા' ફેસબુક લાઈવના શ્રોતા કમલેશભાઈ કોટેચાએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે, મુળ પોરબંદરના અને ઘણા વર્ષોથી કેરળનાં કોલ્લમ શહેરમાં રહેતા એક જ પરીવારના ર૮ સભ્યોને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જેથી તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ૪ મહિનાના બાળકથી ૭ર વર્ષના વૃધ્ધ સહીત તમામ સભ્યોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

કમલેશભાઇ કોટેચાએ વધુમાં જણાવ્યું કે લોહાણા રૈયારેલા પરીવારના સભ્યો વર્ષોથી કેરળમાં સ્થાયી થયા છે અને તેમાં એક સભ્ય ગાયક કલાકાર પણ છે.

કોરોના મહામારીમાં એક સાથે એક જ પરીવારના ર૮ સભ્યો કોરોના સંક્રમીત થતા ચિંતા પ્રસરી ગઇ છે.

(4:14 pm IST)