Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મોરબીના ઇન્દીરાનગરમાં બઘડાટી બોલી ગયા બાદ સામસામી ફરિયાદ

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં પરિવાર વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને મારામારી ઝપાઝપી થયા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 મોરબીના ઇન્દીરાનગરમાં રહેતા રમેશભાઈ હનુભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાની પત્નીને અમદાવાદથી તેડી લાવતા આરોપીઓને સારું નહિ લાગતા આરોપીઓ મનસુખ હનુભાઈ ચાવડા, કુસુમબેન હનુભાઈ ચાવડા, મનીષાબેન હનુભાઈ ચાવડાએ ગાળો આપી ઢીકા પાટું માર મારી લોખંડ પાઈપ વડે ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે કે તો સામાપક્ષે કુસુમબેન ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રમેશ હનુભાઈ ચાવડાએ તેને ગાળો આપી માર મારી તેમજ મનસુખભાઈ, મનીષા સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બી ડીવીઝન પોલીસે મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

(7:15 pm IST)