Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

માં કાર્ડમાં કોરોનાની સારવાર માટે સરકારે જાહેરાત તો કરી દીધી, ગાઈડલાઇન નક્કી નથી કરી

મોરબી : માં કાર્ડ માં કોરોના ની સારવાર માટે ગવર્મેન્ટ એ ખાલી જાહેરાત કરેલ છે પરંતુ તેની ગાઈડલાઈન હજુ સુધી હોસ્પિટલમાં આવેલ નથી.
તેમજ માં કાર્ડ માં કોરોના ની સારવાર મેડિસિન વિભાગના પેકેજ એટલે કે એમ ડી ડોક્ટર ના પેકેજ અંતર્ગત કરવાની થતી હોય, મેડિસિન વિભાગના પેકેજ ફક્ત ગવર્મેન્ટ હોસ્પિટલ તેમજ ટ્રસ્ટ હોસ્પિટલ માં જ ચાલુ છે.
પ્રાઇવેટ હોસ્પિટલ માંથી એમડી એટલે કે મેડિસિન વિભાગના પેકેજને થોડા સમય પહેલાં સરકાર તરફથી રદ કરવામાં આવેલ છે એટલે એમ ડી વિભાગ પેકેજ માટે પ્રાઈવેટ હોસ્પિટલ નો સમાવેશ કરવો કે નહીં તે પણ હજુ ડિસાઈડ થયેલ નથી. પ્રાઇવેટ હોસ્પિટલો માં ફક્ત ઓપરેશન વાળા પેકેજ માટે જ માં કાર્ડ માં સરકાર જોડે એમઓયુ થયેલ હોય છે એમ. ડી. વિભાગ એટલે કે મેડિસિન વિભાગના પેકેજ પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલુ નથી હોતા.
તેમજ કોરોના ની સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ટાય અપ કરવા માટે ઘણા બધા પરિબળો વિશે ગાઈડલાઈન અને પ્લાનિંગ કરવાનું થાય,જેમ કે
કઈ કઈ હોસ્પિટલમાં માં કાર્ડ ચાલશે
હોસ્પિટલ જોડે એમ.ઓ.યુ.(MOU) કરવું
માં કાર્ડ માટેના સારવારના દર નક્કી કરવા
ઇન્જેક્શન રેમડેસીવીર અથવા ઇન્જેક્શન ટોસિલિજુમાબ કે જે બહુ જ મોંઘા હોય છે તેની જરૂર પડે તો તેનું પેમેન્ટ કોણ કરે.
આવા ઘણા બધા મુદ્દાઓ વિશે નું પ્લાનિંગ કરી અને પછી મા કાર્ડ હોસ્પિટલમાં સારવાર માટે implementation થઈ શકે. હાલના તબક્કે આવી કોઈ ગાઇડલાઇન સરકારશ્રી તરફથી હોસ્પિટલમાં આપવામાં આવેલ નથી અને મા કાર્ડ શરૂ થયેલ નથી.

(7:16 pm IST)