Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મોરબીમાં કોરોના કાળમાં સેવા આપનાર સેવાભાવી યુવાન કોરોના સંક્રમિત થતા મોત થયું

મોરબીમાં કોરોના મહામારી વચ્ચે માનવતા મહેકાવનાર સેવાભાવીઓ પણ મેદાને જોવા મળે છે જીવના જોખમે અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો યથાશક્તિ સેવા કરી રહ્યા છે ત્યારે મોરબીના યુવાન કોરોના કાળમાં સેવા આપતા પોતે કોરોના સંક્રમિત થયા હતા જેનું મૃત્યુ થયું છે
મોરબીમાં અનેક સંસ્થાઓ દિવસ રાત જોયા વિના કોરોના દર્દીઓને રાહત આપવા સેવા કરી રહ્યા છે અનેક પ્રકારની માનવસેવા થાકી સેવાભાવીઓ માનવતાની સુવાસ મહેકાવી રહ્યા છે ત્યારે યુવા આર્મી ગ્રુપના સદસ્ય મોરબીના યુવાન વિશાલ હિરાણી કોરોના કાળમાં સેવા આપતા હોય પોતે કોરોના સંક્રમિત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું છે

(7:17 pm IST)