Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

પાંચ ઓક્સિજન ટેન્કર દિલ્હી માટે રવાના કરાયા

રિલાયન્સનું મિશન ઓક્સિજન શરૂ : દેશમાં કોરોના સંક્રમણની ચેન તોડવામાં સરકાર ઉપરાંત અંગત સંસ્થાઓનું પણ યોગદાન મહત્વનું બની ગયું છે

જામનગર,તા. :  દેશમાં કોરોના સંક્રમણની ચેન તોડવામાં સરકાર ઉપરાંત અંગત સંસ્થાઓનું પણ યોગદાન મહત્વનું બની ગયું છે. ઓક્સિજનની અછત દૂર કરવા માટે ટાટા, અદાણી જેવી કંપનીઓ બાદ હવે રિલાયન્સ કંપની પણ આગળ આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગર રિફાઈનરીથી વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન એટલે કે એલએમઓનું સપ્લાય તેજ બનાવ્યું છે. તો આજે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાપા ગુડ્સ શેડથી ત્રીજી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન રવાના થઈ છે.

આજે મે ૨૦૨૧ના રોજ રાજકોટ ડિવિઝનના હાપા ગુડ્સ શેડથી દિલ્હી કેન્ટ માટે ઓક્સિજન ટેક્નર માલગાડી ટ્રેનમાં રવાના કરાઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા ઓક્સિજન ટેક્નરોમાં કુલ ૧૦૩.૬૪ ટન પ્રવાહી તબીબી ઓક્સિજન મોકલવામાં આવ્યું છે. ખાસ એક્સપ્રેસ ટ્રેન તેના અંતિમ મુકામ સુધી પહોંચવા માટે ૧૨૩૦ કિમીનું અંતર કાપશે.

જામનગરથી રવાના કરાયેલ ઓક્સિજનને દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં કોવિડ કેર હોસ્પિટલોના દર્દીઓ દ્વારા ઉપયોગ માટે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાંથી ઓક્સિજનની અછતને પહોંચી વળવા હવે જામનગર તેલ રિફાઈનરીમાં દરરોજ ૧૦૦૦ સ્ થી વધુ મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. ઓક્સિજન કોવિડ ૧૯ થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોને મફતમાં આપવામાં આવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ખુદ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યાં છે.

રિફાઈનરીમાં ઓક્સિજન ઉત્પાદનથી લઈને તેના લેન્ડિંગ અને સપ્લાય પર મુકેશ અંબાણી નજર રાખી રહ્યાં છે. જામનગર રિલાયન્સ હાલ મિશન ઓક્સિજન પર કામ કરી રહ્યું છે. માટે ૧૦૦૦ એમટી ઓક્સિજન દર્દીઓ સુધી પહોંચાડવા ૨૪ ટેક્નર એરલિફ્ટ કરાયા છે. રિલાયન્સના મુકેશ અંબાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સાઉદી અરેબિયા અને થાઇલેન્ડથી ઓક્સિજન ટેક્નર એરલિફ્ટ કરાયા છે. ઓક્સિજન ટેક્નર એરલિફ્ટ કરવામાં ભારતીય વાયુસેનાની પણ મદદ લેવામાં આવી છે.

(9:41 pm IST)