Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

વાંકાનેર તાલુકાના ગામોમાં ૪૦ થી વધુ ગામોમાં પીવાનું પાણી મળી રહે તે માટે નવી યોજનાઓ બનાવવા કુંવરજીભાઇની ખાત્રી

તાલુકાના ગામડાઓના પીવાના પાણીના પ્રશ્નો નિવારવા પુરવઠા મંત્રીની મુલાકાત

વાંકાનેર તા. ૪ :.. મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના રંગપર, જાલીડા, ભલગામ, મેસરીયા, અદેપર, ગુંદાખડા, સતાપર, તરકીયા, વિનયગઢ, રાતડીયા, સમઢીયાળા, શેખરડી, ચાંચડીયા, કાશીપર, દીઘલીયા, વસુંધરા, પાજ, ગારીયા, લાલપર, જેપુર, લીંબાળા અને રૂપાવટી સહિતના રંગપર સમ્પ હેઠળના ગામો તેમજ પાડઘરા, ચિત્રાખડા, સરતાનપર, મકતાનપર, સમથેરવા, રાતાવિરડા, જામસર, નાગલપર, ભીમગુડા, માટેલ, ઓળ, વિરપર, ઢૂવા, લુણસર, ખાનપર, ભેરડા, પલાસ, વરડુસર સહિતના ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી છે.

જે અનુસંધાને વિસ્તારના આગેવાનો તરફથી પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાને જાણ કરતા તેઓએ તાત્કાલીક જામસર ચોકડી ખાતે રાત્રે ૮ કલાકે તેમજ અદેપર ખાતે રાત્રીના ૧૦ કલાકે આ ગામોના સરપંચશ્રીઓ સાથે આગેવાનો, વાંકાનેર યુવરાજ કેશરીસિંહ, ગોરધનભાઇ સરવૈયા, જીલ્લા ભાજપા ઉપપ્રમુખ, કાળુભાઇ કાકરેચા, વાઘજીભાઇ, જી. પં. સદસ્ય, ધર્મેન્દ્રસિંહ ઝાલા, જીજ્ઞાશાબેન મેર, બ્લોચભાઇ, દેવશીભાઇ સાપરા અને આ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્યોની હાજરીમાં મુલાકાત લીધેલ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓને આ ગામોને તાત્કાલીક યોજના હેઠળ સમાવી પીવાનું પાણી આપવા સુચનાં આપેલ અને આ ગામોમાં જયાં મુશ્કેલી છે ત્યાં તાત્કાલીક દિવસ-ર માં ટેન્કર શરૂ કરાવવા સુચનાઓ આપેલ.

મંત્રીશ્રીએ આ મુલાકાત દરમ્યાન આ વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી હોય તેમ છતાં આ ગામના લોકોએ મુશ્કેલીનો સામનો કરીને પણ સરકારશ્રીને સાથ - સહકાર આપેલ છે તે બદલ અભાર માનેલ છે.

(11:46 am IST)