Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાજકોટ જીલ્લા ભાજપ લધુમતી મોરચાના પ્રમુખ તરીકે આટકોટના અલ્લાઉદીન ફોગની નિમણૂક

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૪ : રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા તેમજ મહામંત્રીઓ મનસુખભાઇ રામાણી, નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલાએ પ્રદેશ ભાજપ સાથે પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે આટકોટના અલ્લાઉદીન ફોગની નિમણૂક કરેલ છે.

અલ્લાઉદીન ફોગ ઇતર સમાજ તેમજ લઘુમતી મુસ્લીમ સમાજમાં સારી એવી લોક ચાહના ધરાવે છે હાલ તેઓ સંગઠનમાં સારી કામગીરી કરી રહીંયાં છે ઉત્સાહી કાર્યકર તરીકેની નામના ધરાવે છે અને ઘણી સેવાકીય સંસ્થા સાથે પણ જોડાયેલા છે. આ નિમણૂકને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોધરા, કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળિયા, રાજકોટ જીલ્લા સંસદ મોહનભાઇ કુંડારિયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણી, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ હરેશભાઇ હેરભા, રમાબેન મકવાણા, ખોડાભાઈ ખસીયા, અશોકભાઈ મહેતા, વલ્લભભાઈ રામાણી, ઉઘોગપતિ ભુપતભાઇ ભાયાણી, જસદણ ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, જીજ્ઞેશભાઈ હીરપરા, અલ્પેશભાઈ રૂપારેલીયા, પરેશભાઈ રાદડીયા, ભરતભાઇ છાયાણી, નરેશભાઈ દરેડ, જે.પી.રાઠોડ,પંકજભાઈ ચાવ, ભીખાભાઇ રોકડ, રાજુભાઇ ચાવડા, બાબુભાઇ રોજાસરા, સરપંચ દેવસીભાઈ ખોખરીયા, મનસુખભાઇ ડામસીયા,હિરેનભાઈ પંચોલી, ઘુઘાભાઈ ભરવાડ, નિલેશભાઈ ભાયાણી, ઇમરાનભાઈ ખીમાંણી, સીરાજભાઈ ડાયાતર, ઇલયાસભાઈ મોઢુકા, ઇલયાસભાઈ થનાંણી, જાહિદભાઈ, સિકંદરભાઈ, અલ્લારખભાઇ પરમાર, સાજીદ તાજ, તોફિક અરીફભાઈ, યુસુફ મીઠાણી સહિતના આગેવાનોએ આવકારી શુભેચ્છા પાઠવી છે.

(11:57 am IST)