Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ભાવનગર શહેરમાં એક ઇંચ વરસાદ:વલ્લભીપુરમાં અડધો ઇંચ : સિહોર, ગારીયાધાર અને ઘોઘામાં હળવા-ભારે ઝાપટા

ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે છૂટોછવાયો વરસાદ પડયો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર શહેરમાં આજે બપોરે એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. સિહોર, ગારીયાધાર અને ઘોઘામાં હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતા.
ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે છૂટોછવાયો વરસાદ પડયો છે. આજે રવિવારે ભાવનગર શહેરમાં બપોરે ધોધમાર વરસાદ પડયો હતો અને એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.
આજે સવારના 6 થી સાંજના 6 દરમિયાન ભાવનગરના વલભીપુરમાં 13 મી.મી.ભાવનગર શહેર માં 23 મી.મી. શિહોરમાં 4 મિમી. ગારિયાધારમાં 3મી.મી. અને ઘોઘામાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારેવાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(8:22 pm IST)