Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ધોરાજીમાં નોટબુક વિતરણ

ધોરાજીઃ બ્રહ્મ સમાજના અગ્રણી સંદીપભાઈ શુક્‍લ દ્વારા ધોરાજીમાં વસવાટ કરતા બ્રહ્મ પરિવારના ૨૦૦ જેટલાં વિદ્યાર્થીઓને ફુલ સ્‍કેપ બુક ૨૦૦૦ તેમજ ૧૦૦૦ જેટલી બોલ પેન નિશુલ્‍ક આપવામા આવી હતી.સંદીપભાઈ શુક્‍લની સામાજીક સેવા બદલ બ્રહ્મ સમાજના ટ્રસ્‍ટી જગદીશભાઈ ગામોટ, સુનિલભાઈ ભટ્ટ, અરુણભાઈ જોશી, પીનાકીનભાઈ કવિશ્વર, સહીત અગ્રણીઓએ સેવા બિરદાવી હતી. નોટબુક વિતરણ કરવામાં આવ્‍યુ તે તસ્‍વીર.(તસવીરઃ કિશોરભાઈ રાઠોડઃ ધોરાજી)

(9:30 am IST)