Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પોરબંદરમાં ફરસાણ અને મીઠાઇના ભાવ અને વજનમાં ઉઘાડી લૂંટ

(હમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૨: જીલ્લા કલેકટરશ્રી દ્વારા જન આરોગ્‍ય માટે ચીજવસ્‍તુ ખરીદ કરતા નાગરિકો છેતરાય નહીં તેમજ ફરસાણ-મીઠાઇના ધંધાર્થી છાપાની પસ્‍તી મિઠાઇના બોકસ વિગેરે વજનમાં ગણી ઉપયોગ કરે કે કરાવે નહીં તેની તકેદારીના ભાગરૂપ તાજેતરમાં જીલ્લા કલેકટરશ્રીના આદેશથી ફુડ સેફટીના કર્મીઓને ચેકીંગ કરવા અને દોષીત સામે પગલા લેવા કડક સુચના સાથે ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જેના કારણે ફરસાણ મિઠાઇના ધંધાર્થીઓ સહિત અફડાતફડી રહેલા ફુડ સેફટી વિભાગ જવાબદારોએ ફરસાણ મિઠાઇના છુટક જથ્‍થાબંધ વેપારીને ત્‍યાં દરોડા પાડતા સરકારી પ્રતિબંધ અને આવી વસ્‍તુઓ વાપરવાની કે જોખમાં આપવાની, છાપાનો પસ્‍તી મિઠાઇ ભરવા માટે બોકસ વિગેરે માલ જોખવામાં ઉપયોગ બેફામ રીતે લૂંટ માલ ખરીદ કરતા ગ્રાહકો માંગણી મુજબ નિયત વજનમાં માલ પુરેપુરો મળતો નથી. છાપા પસ્‍તી -મિઠાઇ બોકસ વિગેરે વજનમાં સાથે ગણાતા હોય અને ગ્રાહકો સાથે ખુલ્લેઆમ છેતરપીંડી વિશ્‍વાસઘાત ઠગાઇ વેપારી દ્વારા કરવામાં આવે છે તે હકિકત સરકારશ્રીના ધ્‍યાને મુકવામાં આવેલ છે જેના કારણે જીલ્લા કલેકટરશ્રીને ફરીયાદ મળતા ફુડ સેફટી વિભાગને કડક સુચના સાથે ચેકીંગ કરવા દોષીત જણાતા વેપારી સામે નિયમ અનુસાર પગલા લેવા શંકાસ્‍પદ ભેળસેળયુકત ચીજ વસ્‍તુના સેમ્‍પલ લઇ પરિૅક્ષણ માટે એફ.એસ.એલ. (લેબોરેટરી)માં લીધેલ નમુના માંગવા વિગેરે કાર્યવાહી કરી સુચના આપેલ.

 મોટા ભાગે ફરસાણ ધંધાર્થીઓ ગાંઠીયા અને અન્‍ય ફરસાણ ખરીદ ગ્રાહકને છાપા ભરી છાપાની પસ્‍તી સાથે ગાંઠીયા-ફરસાણનું વજન કરી છેતરપીંડી કરે છે વિશ્‍વાસ- ઠગાઇ કરે છે. મિઠાઇ ખરીદ કરનાર ગ્રાહકને માલ બગડે નહી. સુરક્ષિત રહે તેવા પ્રલોભન મિઠાઇ ખાજલી બોકસમાં પેકીંગ ફરી આપે અને તે બોકસ કાંટામાં મુકી વજનમાં સામેલ હોય. જેથી ગ્રાહકને માલ ઓછા મળે. દાખલા તરીકે ૫૦૦ ગ્રામ મિઠાઇ ખરીદ કરતો તે બોકસમાં ભરી કાંટે વજન કરી આપે. બોકસનું વજન સાથે ગણાતા અંદાજીત ૧૦૦ (એકસો) ગ્રામ મીઠાઇ ઓછી મળે. કાંટે વજન પુરેપુરૂ ૫૦૦ ગ્રામ બતાવે, ૧૦૦ ગ્રામ મીઠાઇ ઓછી મળે, કાંટે વજન પુરેપુરૂ ૫૦૦ ગ્રામ બતાવે. આવી રીતે ગાંઠીયા ફરસાણના ધંધાર્થીઓ તેમાં લારી ધરાવતા ધંધાર્થીઓ છાપાની પસ્‍તી સહિત ગાંઠીયા વજન કરી આપે. મોટા પાયે છેતરપીંડી કરે છે જયોર તેલ-વેસલાની ગુણવતા પણ ચકાસવી જોઇએ. જેના નમુના લઇ એફ.એસ.એલ. (લેબોરેટરી)માં મોકલવા જોઇએ.

હાલ તેલ વેસણાના ભાવમાં ઘટાડો થયો છે. તેમ છતા લારી ધરાવતા ધંધાર્થી કે જેમને દુકાન ભાડુ કે અન્‍ય લાયસન્‍સ વિગેરે ધરાવતા ન હોય માત્ર વણેલા ગાંઠીયા -પુરી શાકનો ધંધો કરતા હોય તેવા લારીવાળા ધંધાર્થીઓ ભાવ વધારો રાખી ખુલ્લેઆમ ઉઘાડી લુંટ કરે છે. કિલોના ૩૦૦ થી ૪૦૦ (ત્રણસો થી ચારસો) રૂપિયા ગ્રાહકો પાસેથી વસુલ કરી ઉઘાડી લુટ કરે. નફાનો ગાળો ૨૦૦% (બસો) થી ૨૫૦% (બસો પચાસ%) ટકા જેટલો હોય છે. જયારે દુકાનદાર તેલના ભાવ વધતા ફરસાણ  ગાઠીયાનો ભાવ રૂા.૨૨૦ થી ૨૪૦ સુધી ગ્રાહક પાસે વસુલતા હાલ તેલ વેસણના ભાવ ઘટતા સ્‍વૈચ્‍છીક રીતે વેપારીએ ભાવ ઘટાડી રૂા.૨૦૦/ (બસો) રૂપીયા કિલોના કરેલ છે.

ઘુઘરા-ભજીયાના નામ ધરાવતા ધંધાર્થીઓ ફાસ્‍ટફુડમાં ખાટી-મીઠી ચટણીમાં, લીલી મરચાંની ચટ્ટણીમાં ૧૦૦% (એકસો ટકા)  કલર વપરાય છે જે પ્રતિબંધીત છે. આરોગ્‍ય માટે હાનીકારક છે છતા તેમને ત્‍યા નમુના લેવાતા નથી. બરફ ગોલાની લારી ધરાવનાર ધંધાર્થી જુદા-જુદા ફલેવરના સરબત -ચાસણી - ગોલામાં છાંટી સ્‍વાદીષ્‍ટ બનાવે છે. તે પણ હલકી ગુણવતાનો કલર વાપરે છે. ખાંડની ચાસણી સાથે સેકરીનનો ઉપયોગ કરતા હોવાની ફરીયાદ છે.

ઉદ્યોગનગરમાં મોટેપાયે મિઠાઇનું ઉત્‍પાદન થાય છે. હોલસેલમાં પુરી પાડવામાં આવે છે. આ મિઠાઇ સાત્‍વીક - પ્‍યોર દુધની બને છે ? ત્‍યાં પણ ફુડ સેફટી વિભાગ ચેકીંગ કરતુ નથી. નારીયેલ - અગરબતીના ધંધાર્થીઓ ગાયના દિવેલના નામે ડુપ્‍લીકેટ લેબલવાળુ ઘીનું વેચાણ કરે છે. પેંડા તથા અન્‍ય મિઠાઇનું વેચાણ સમય આંતરે વાર-તહેવારે કરે છે ત્‍યાં પણ ફુડ ટીમ પેકીંગ કરતી નથી.

ફરસાણ મિઠાઇના પેકીંગ પર જીએસટી લાગુ છે પરંતુ લૂઝ રાખી વેચાણ કરે તો રૂા.૨૦ (વીસ) લાખ સુધી ફ્રી છે પેકીંગમાં જીએસટી લાગુ પડે છે તેની ઉપર કોઇ કાર્યવાહી થતી નથી. ભજીયાના ચણાલોટ (બેસન) બટેટા, મેથી,ચણાદાળ કે બટેટાવડામાં બટેટા પુરણ ઉર ચણાલોટનો વાટો હોય. તેના ભાવ પણ ઉઘાડી લુંટ કરાય છે તેવી ફરીયાદો ઉઠી છે.

(9:31 am IST)