Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રાજકોટ જીલ્લાના કરમાળ ડેમમાં પાા ફુટ નવા પાણીની આવકઃ વઢવાણ ભોગાવોમાં ૪ાા ફુટનો વધારોઃ ત્રીવેણી ઠાંગામાં ૩ાા ફુટ

રાજકોટ-સૌરાષ્‍ટ્રમાં જોઇએ તેવી ધીંગી મેઘસવારી જામી નથી... આમ છતાં ૮ ડેમોમાં ૦ાા થી પાા ફુટ જેવા નવા પાણીની આવક થયાનું સિંચાઇના કન્‍ટ્રોલ રૂમ પરથી જાણવા મળ્‍યું હતું: રાજકોટ જીલ્લાના કરમાળ ડેમમાં પાા ફુટ તથા વેણું-ર માં ૦.૬૬, આજી-૩ ૦.ર૩, ન્‍યારી ૦.૩૩ ફુટનો નવો વધારો થયો છેઃ આ ઉપરાંત મોરબી જીલ્લામાં મચ્‍છુ-૩ માં ૦.૩૩, જામનગરના વાડીસંગમાં પોણો ફુટ વધતી જીવંત સપાટી ૧ ફુટ થઇ છે. જયારે સુરેન્‍દ્રનગર જીલ્લાના વઢવાણ ભોગાવો-ર માં ૪ાા ફુટ અને ત્રીવેણી ઠાંગામાં ૩ાા ફુટ નવુ પાણી ઠલવાયું હતું.

(11:18 am IST)