Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જુનાગઢના એએસઆઇ ભીમભાઇને નિવૃતી વિદાયમાન

જુનાગઢ તા. ૪ :.. જુનાગઢ ભવનાથ પોલીસ સ્‍ટેશન એએસઆઇ તરીકે ફરજ બજાવતા ભીમભાઇ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેઓનો ભવનાથ પોલીસ સ્‍ટેશન ખાતે પીએસઆઇ એમ. સી. ચુડાસમાના અધ્‍યક્ષ સ્‍થાને વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં ભીમભાઇને ફુલહાર પહેરાવી શ્રીફળ પડો મોમેન્‍ટો તેમજ શ્રી મહિપતસિંહ ચુડાસમા તથા સમગ્ર સ્‍ટાફે નિવૃતીની શુભેચ્‍છા પાઠવી નિવૃતી જીવન સુખમય પરિવાર તેમજ સમાજ સેવામાં વિતાવવા જણાવેલ છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)

(11:40 am IST)