Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

માળીયા હાટીના એ.પી.એમ.સી.ના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી

માળીયા હાટીના : જિલ્લા રજીસ્‍ટ્રારની હાજરીમાં માળિયા હાટીનામાં ખેતી વાડી ઉત્‍પાદન બજાર સમિતિની કચેરી ખાતે ૧૬  ડાયરેક્‍ટરોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાઇ હતી. જેમાં જિલ્લાના આગેવાન લક્ષ્મણભાઈ રામભાઈ યાદવના નાના ભાઈ અને તાલુકા પંચાયત ઉપપ્રમુખ કાનજી ભાઈ રામ ભાઈ યાદવની ચેરમેન પદે અને ઠારણભાઈ હમીરભાઈ કાગડાની વાઇસ ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં હતી. જેમાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. માળીયા માર્કેટિંગ યાર્ડ છેલ્લા  છ ટર્મથી બિનહરીફ થાય છે.(તસ્‍વીર - અહેવાલ : મહેશ કાનાબાર માળીયા હાટીના

(11:43 am IST)