Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વિસાવદરમાં ૧૮ વર્ષની પાયલ દેવીપૂજકનો કૂવામાં કુદી આપઘાતનો પ્રયાસઃ ગંભીર

૭મીએ લગ્ન નક્કી થયા છેઃ ભત્રીજા સાથે વધુ પડતું બોલવા બાબતે માતાએ ઠપકો આપતાં પગલું: સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ

રાજકોટ તા. ૪: વિસાવદરમાં રહેતી પાયલ ભાનુભાઇ કારડીયા (દેવીપૂજક) (ઉ.વ.૧૮) નામની યુવતિએ ગત સાંજે ગામના કૂવામાં કૂદી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વિસાવદર પોલીસને જાણ કરી હતી. પાયલ બે ભાઇ અને બે બહેનમાં નાની છે. તેના પિતા હયાત નથી. માતા અને ભાઇઓ છુટક મજૂરી કરે છે. માતા વિજુબેને કહ્યું હતું કે પાયલના આવતી ૭મી તારીખે લગ્ન હોઇ અમે કટલેરી અને બીજી ચીજવસ્‍તુ લેવા ગયા હતાં. એ દરમિયાન તે ઘરેથી નીકળી ગઇ હતી અને કૂવામાં કૂદી ગઇ હતી. તે ભત્રીજા સુનિલ સાથે વધુ પડતી બોલતી હોઇ અને ગઇકાલે પણ તેની સાથે ગયાનું જાણવા મળતાં તે બાબતે ઠપકો આપતાં આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે.

 

(11:44 am IST)