Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

છોકરાઓના તોફાન બાબતે પતિએ ટપારતા ભીમરાણાના મહિલાએ જિંદગી ટૂંકાવી

જામખંભાળિયા,તા. ૪ : મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા રસીલાબેન કારાભાઈ ચૌહાણ નામના ૩૨ વર્ષના પરિણીત મહિલાના છોકરાઓ તોફાન કરતા હોય, આ બાબતે  પતિએ રસીલાબેનને ઠપકો આપતા જિદ્દી અને તામસી સ્‍વભાવના આ મહિલાએ પોતાના ઘરે પોતાના હાથે ઝેરી દવા પી લેતા  જયાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત્‍યુ પામેલા જાહેર કર્યા હતા.

આ બનાવની જાણ ભીમરાણા ગામના કારાભાઈ વિરમભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૭) એ મીઠાપુર પોલીસને કરી છે.

ઓખાના યુવાનને હૃદયરોગનો હુમલો

ઓખાના પોસીત્રા વિસ્‍તારમાં રહેતા ધનાભાઈ કરમશીભાઈ નાગેશ નામના ૪૭ વર્ષના રબારી યુવાનને હૃદય રોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્‍યુ નિપજયું હોવાની જાણ દાનાભાઈ ખીમાભાઈ નાંગેશે ઓખા મરીન પોલીસને કરી છે.

બીમારી સબબ રોજીવાળાના વૃદ્ધનું મૃત્‍યુ

ભાણવડ તાબેના રોજીવાળા ગામે રહેતા ડાયાભાઈ રામશીભાઈ ગોરફાળ નામના ૯૦ વર્ષના વૃદ્ધને શ્વાસ ઉપડતા સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્‍યુ નીપજયું હતું.

ભાણવડમાં જુગારના અખાડા પર દરોડોઃ છ ઝબ્‍બે, એક ફરાર

ભાણવડ તાલુકામાં રવિવારે સાંજે સ્‍થાનિક પોલીસે જુગારના ધમધમતા અખાડા પર દરોડો પાડી, જુગાર રમી રહેલા ભીખુ ખીમજી પરમાર, રામશી હરદાસ કરંગીયા, દેવા કાના જોગલ, જગા દેવાયત વરુ, ભીમા ચના વરુ અને કિશોર છગન પરમાર નામના છ શખ્‍સોને દબોચી લીધા હતા.  ૪૭,૧૦૦ રોકડા તથા રૂપિયા ૪૦ હજારની કિંમતનું મોટરસાયકલ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૮૯,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન કૃષ્‍ણગઢ વાડી વિસ્‍તારમાં રહેતો રામશી કરસન વરુ નામનો શખ્‍સ નાસી છુટયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

(12:00 pm IST)