Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ભાવનગરમાં કોરોનાના ૧૫ કેસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૪: ભાવનગરમાં વધુ ૧૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. ભાવનગર શહેરમાં વિવિધ વિસ્‍તારમાં ૧૩ અને ભાવનગર ગ્રામ્‍ય માં વરતેજ અને ભુંભલી ગામે ૨ દર્દીઓ ના રિપોર્ટ કરોના પોઝિટિવ આવ્‍યા છે. જયારે બે દર્દીઓ ડિસ્‍ચાર્જ થયેલ છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૧૦૦ થવા પામી છે.

(12:05 pm IST)