Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ડાંગના જંગલોએ કર્યો લીલોછમ શણગાર

વર્ષાના આગમનને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

ડાંગ - વાંસદાના જંગલો ખૂબ રળિયામણા છે અને કુદરતે અહીં ખોબલે ખોબલે સૌંદર્ય વેર્યું છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. આ જંગલો અને સાપુતારાના ઘાટ પર વર્ષારાણીનું આગમન થતાં જ ઘેઘુર વૃક્ષો જાણે તેમના વધામણા લેતા હોય એમ ખીલી ઉઠે છે અને તેમાંથી કલ કલ કરતાં ઝરણાં વહેવા માંડે છે. આવા સમયે આ સમગ્ર વિસ્‍તારનું સૌંદર્ય માણવા હજારો પ્રકૃતિ પ્રેમીઓ અહીં ઉમટે છે.

(12:04 pm IST)