Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સુરેન્‍દ્રનગરમાં ફરાર આરોપી બાબો ઝડપાયો

વઢવાણ, તા. ૪ :   સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ વડાએ વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા સુચના આપી હતી.આથી સીટીએ ડિવિઝન પોલીસ મથકના ધનરાજસિંહ વાઘેલા, મુકેશભાઇ ઉતેળીયા, હારૂનભાઇ, કિશનભાઇ ભરવાડ સહિત ટીમ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.તે દરમિયાન ફરાર આરોપી અંગે બાતમી મળી હતી.

આથી શહેરની પતરાવાળી હોટલ પાસેથી ફીરદોષ સોસાયટી પાસેના રહીશ સહદેવ ઉર્ફે બાબો રમેશભાઇ દેગામડીયાને ઝડપી પાડ્‍યો હતો.તેની તપાસમાં તેની સામે સીટીએડિવિઝન પોલીસ મથકના મારામારીના ગુનામાં નવ માસથી અને વિરમગામ પોલીસ સ્‍ટેશનના અપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર હોવાનુ ખુલ્‍યુ હતુ.

તલાટી મંત્રીને દંડ

સાયલાના કસવાળી ગામના મગનભાઈ ભાવાભાઇ રંગપરાએ માહિતી અધિકાર અધિનિયમ થી તા. ૧૯-૮-૨૦૨૧ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના, નરેગા અને અન્‍ય બાબતને સાયલા તાલુકા વિકાસ અધિકારી પાસે કુલ ૬ મુદાની માહિતી માંગી હતી. પરંતુ કસવાળી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કે.કે.સભાણીએ માહિતી પૂરી પાડેલી નહીં.

જે બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને અપીલ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરતા મગનભાઇને ૧૫ દિવસમાં માહિતી પૂરી પાડવા તલાટી કમ મંત્રીને આદેશ કર્યો હતો. માહિતી પૂરી ન પાડતા બીજી અપીલ દાખલ કરતા રૂ. ૧૦૦૦નો તલાટી કમ મંત્રી કે.કે.સભાણીને દંડ ફટકારવામાં આવ્‍યો હતો.

ભેંસો છૂટી રાખતા

સાયલા તાલુકાના કોટડા ગામે જાપપાટીની સીમ જમીનમાં શિવકુભાઇ, બાવકુભાઇ, દેવકુભાઇ અને તેમના બહેન રેખાબેન કપાસનું વાવેતર કરી રહ્યા હતા. આ દરમિયાન શિવકુભાઇના મોટાબાપુના દિકરા રવુભાઇ બાજુના ખેતરમાં ઊભા રહીને ભેંસો છોડી અમારા ખેતરમાં નુકસાન કરાવતા હોવાનું કહીને ગાળો બોલતા હતા ગાળો બોલવાનીના પાડી હતી. આથી ઉશ્‍કેરાયેલા રવુભાઇએ શિવકુભાઇના માથાના ભાગે છોરીયાનો માર મારતા દોડી આવેલા શિવકુભાઇના પિતા, બહેન અને ભાઇ છોડાવતા હતા.

રેખાબેનને માથાના ભાગે શિવકુભાઇએ છોરીયું મારતા બન્ને ઇજાગ્રસ્‍તોને વિછીંયા દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્‍યા હતા. આ બનાવનું કારણ ૬ માસ અગાઉ ઢોર ચરાવવા બાબતની બોલાચાલીનું મનદુઃખ જણાવતા ધજાળા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:08 pm IST)