Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ચોટીલા હત્‍યા કેસમાં આરોપીઓની રીમાન્‍ડ મેળવવા તજવીજ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ૪ : ચોટીલામાં નજીવી બાબતે ઝઘડો થતા બનેલ હત્‍યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી પકડાયેલ બંન્ને આરોપી ની સઘન પુછતાછ માટે રીમાન્‍ડ ની માગણી કરાશે.

શુક્રવારના ચોટીલા હાઇવે ઉપર ના ઢોરા પર રહેતા બાજુભાઇ ઉકાભાઇ સાડમીયા ને પોલીસ સ્‍ટેશન નજીક જ અકાળા ગામના રાયધન સારાભાઇ સાડમીયા અને પ્રવિણભાઇ રણછોડભાઇ સાડમીયા સાથે ઝઘડો થયેલ જેમા બાજુભાઇને ગંભીર ઇજા થતા શનિવારના મળત્‍યુ પામેલ મળી આવતા હત્‍યાની ફરિયાદ મરનાર ની પુત્રી એ આરોપી વિરુદ્ધ નોધાવેલી હતી.

દિકરી બાબતનાં સમાધાનનાં નાત રીવાજે નક્કી થયેલ રકમ ની ઉઘરાણી તેમજ સામાન્‍ય તકરારમાં હાથમાં પહેરેલ સરલના ઘા મારવાથી સામાન્‍ય મારામારી હત્‍યામાં પરીણામેલ હતી.

પીઆઇ આઇ. બી. વલવી તથા તેમની ટીમે ગણતરીની કલાકોમાં બંન્ને આરોપીને હસ્‍તગત કરી  વિધિવત ધરપકડ કરેલ છે.

પકડાયેલ આરોપીના કોવીડ ટેસ્‍ટ અને પ્રાથમિક પુછપરછ સાથે સામાન્‍ય વ્‍યવહારીક વાતની બોલચાલ કે અન્‍ય કોઇ કારણે ઝઘડો હત્‍યામાં પરીણામેલ તેમજ મારામારી બાદ આરોપીઓ એ સમય કયાં વિતાવ્‍યો અને બનાવ સંદર્ભે પુરાવાઓ એકઠા કરવા તેમજ સઘન પુછપરછ માટે રીમાન્‍ડની માગણી કરવામાં આવનાર હોવાનું પોલીસે જણાવ્‍યું છે.

સામાન્‍ય ઝઘડામાં હત્‍યાનાં બનાવ થી ત્રણ પુત્રી અને ત્રણ પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. વધુ તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.

(2:32 pm IST)