Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

કેશોદના કણેરી ગામમાં ૧૪૩ કિશોરીઓને સેલ્‍ફ ડિફેન્‍સની તાલીમ અપાઇ

કિશોરીઓએ જુડો, લાઠી દાવ, ચુની દાવ સહિતના અન્‍ય સ્‍વ. રક્ષણના પાઠ શીખ્‍યા

જૂનાગઢ તા.૪: જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ડિસ્‍ટ્રીકટ મિનરલ ફાઉન્‍ડેશનના સંયુક્‍ત ઉપક્રમે સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમનું આયોજન વિવિધ તાલુકાઓના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કરવામાં આવે છે. જેમાં કેશોદ તાલુકાના કણેરી ગામમાં પ્રાથમિક શાળા ખાતે ૮ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કિશોરીઓને જુડો,ᅠલાઠી દાવ,ᅠચુની દાવ અને અન્‍ય સ્‍વ-રક્ષણના દાવ શીખવાડવામાં આવ્‍યા હતા. તેમજ સ્‍વ-રક્ષણ દ્વારા કેવી રીતે પોતાને સલામત રાખી શકાય તે અંગે વિસ્‍તૃત સમજ આપવામાં આવી હતી.જેમાં ૧૪૩  કિશોરીઓ ને  તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત સહભાગી થયેલ તમામ કિશોરીઓને સેલ્‍ફ ડિફેન્‍સ કીટ અને આઇઇસી કીટ વિતરણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા શક્‍તિ કેન્‍દ્રની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(1:10 pm IST)