Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પોરબંદર જિલ્લામાં શાળા પ્રવેશોત્‍સવનું હકારાત્‍મક પરિણામઃ સરકારી પ્રાથમિક શાળા માટે ૧ કરોડનું દાન

પોરબંદર તા. ૪ : જિલ્લામાં શાળા પ્રવેશોત્‍સવના હકારાત્‍મક પરિણામો મળવા લાગ્‍યા છે. શીશલી ગામે સરકારી શાળાના નવા મકાન માટે વતની અને હાલ વિદેશ રહેતા દાતાએ ૧ કરોનું દાન આપ્‍યું છ.ે

રાજય સરકાર દ્વારા હાલમાં જ શાળા પ્રવેશોત્‍સવનું અભિયાન પૂર્ણ કરવામાં આવ્‍યું પોરબંદર તાલુકાના શીશલી ગામે સરકારી શાળાના નવા સંકુલ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ જમીનમાં ગામના દાતા હાલ યુ.કે.બર્મિગહમ નિવાસી સ્‍વ. હરભમભાઇ પરબતભાઇ મોઢવાડીયા અને માકીબેન હરભમભાઇ મોડવાડીયા પરિવાર દ્વારા શિક્ષણ પ્રેમ અને માદરે વતનની લાગણી દાખવી એક કરોડ રૂપિયાનું દાન આપી શાળા પ્રવેશોત્‍સવ શિક્ષણને સાચા અર્થમાં પ્રોત્‍સાહન આવ્‍યું છે

આ દાનના પ્રથમ સોપાન તરીકે અષાઢી બીજે નવી શાળાના સંકુલનું ખાતમુહુર્ત દાતા ખીમાભાઇ સવસાદભાઇ મોઢવાડીયા અને ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા, શિક્ષણ સમિતિના ચેરમેન આવડાભાઇ ઓડેદરા, જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી કણસાગરા, જિલ્લા પ્રોજેકટ ઇજનેર તેમજ શાળા પરિવાર અને ગ્રામજનોની ઉપસ્‍થિતીમાં ખાતમુહુર્ત કરવામાં આવ્‍યું હતું.

(1:12 pm IST)