Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પોરબંદરની સરકારી હોસ્‍પીટલમાં વહેલી તકે કેન્‍સરનો સુવિધાપૂર્ણ વોર્ડ શરૂ કરવા માંગણી

કોરોના કાળ દરમિયાન કેન્‍સરની દવાનો સ્‍ટોક મંગાવેલ પરંતુ વપરાશ વિના પરત મોકલી દેવાયો હતોઃ સરકારી હોસ્‍પીટલમાં કેન્‍સરની સારવારના નિષ્‍ણાંત ડોકટર સ્‍ટાફ નર્સ પરંતુ વોર્ડ વ્‍યવસ્‍થાના અભાવે સેવાનો લાભ કેન્‍સરના દર્દીઓને મળી શકતો નથી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૪: સીવીલ હોસ્‍પીટલ યાને ભાવસિંહજી હોસ્‍પીટલ પોરબંદર રાજયના સમયમાં પારસી સદગૃહસ્‍થ સ્‍વામી મંચેસ્‍શા હીરજીભાઇ વાડીયા દ્વારા બંધાવી રાજયને જે તે સમયે આધુનીક સારવારના સાધનો એકસરે મશીન સહીત ભેટ આપવામાં આવેલ. તમામ સેવાઓ દવા ઓપરેશન એકસ-રે સાહિત્‍ય વિના મુલ્‍યે કરવામાં આવતી હાલ પણ વિનામુલ્‍યે દવા સારવાર ઓપરેશન એકસ-રે લેબોરેટરી વિગેરે સેવાઓ સીટીસ્‍ક્રીન સહીત આપવામાં આવે છે.

નિષ્‍ણાંત ડોકટરો પ્રથમ વર્ગનાની સેવા ઉપલબ્‍ધ છે. પરંતુ અમુક જગ્‍યા રાજકીય ઇશારે છેલ્લા ૩૦ વરસથી ખાલી છે. તેમાં પણ કોન્‍ટ્રેકટ સીસ્‍ટમ્‍સથી અપાતી તબીબો-જયા સ્‍થિરતા અનુભવે ત્‍યાં જ સેવા કાર્ય પુર્ણ થતા જયાં સુધી પુનઃ કરાર ઓડર ન મળે ત્‍યાં સુધી તબીબ તથા નિષ્‍ણાંત સ્‍ટાફ અછત ઉભી થતા દર્દીઓની સુશ્રા યાને સારવાર અપુરતી રહે નુકશાની દર્દીઓને સહન કરવી પડે. સ્‍ીધી અસર દર્શન સ્‍વાસ્‍થ્‍ય ઉપર પડતા કયારે ગંભીર અતિ ગંભી બની જાય અપ્રિય ઘટના છે.

અદ્યતન ટ્રોમા સેન્‍ટર સાકાર થયેલ છે પરંતુ કાયમી નિષ્‍ણાંત સ્‍ટાફના અભાવે સેવા કથળતી જાય છે. ટ્રોય સેન્‍ટર કાર્યરત રહેતા કીડનીના દર્દીઓ ડાયાલીસીસની સેવા કાયમી નિષ્‍ણાંતો મારફત ઉપલબ્‍ધ કાર્યરત છે. પરંતુ મોટી ખોટ આ હોસ્‍પીટલ કેન્‍સર વિભાગ વોર્ડની વ્‍યવસ્‍થા નથી. નિષ્‍ણાંત ડોકટર સ્‍ટાફ નર્સી વગેરે ત્રણ વર્ષ પહેલા ઉજ્જેન ખાતે કેન્‍સર સારવાર અંગે તાલીમ લીધેલ નિષ્‍ણાંત ડોકટર મેડીકલ ઓફીસર ડો. કૃષ્‍ણકાંત અને નર્સ સ્‍ટાફ  કેન્‍સરની સારવાર અંગેની તાલીમ લીધેલ તેને પણ ત્રણ વરસ થયા પરંતુ ભાવસિંહજી હોસ્‍પીટલ યાને સિવિલ હોસ્‍પીટલમાં હજુ સુધી કેન્‍સર વોર્ડ કાર્યરત કરવામાં આવેલ નથી. એથી પણ વિશેષ કેન્‍સર પીડીત દર્દીઓને માટે દવાનો જથ્‍થો પણ ઉપલબ્‍ધ ધરાયો નથી. રાજકોટ-અમદાવાદ સુધી કેન્‍સરના દર્દીને અને તેની સાથેના સહાયક દવા લેવા દોડવું પડે છે.

હોસ્‍પીટલના સુત્રોએ જણાવે છે કે દરેક જિલ્લામાં સિવિલ હોસ્‍પીટલમાં કેન્‍સરનો વોર્ડ તથા કિમોથેરાપીની દવાઅ ને ઇન્‍જેકશન સહીત સરકાર  દ્વારા વિના મુલ્‍યે ઉપલબ્‍ધ કરવાનું જે તે સમયે કર્યુ હતું. કોરોના સંક્રમણ દરમ્‍યાન કેન્‍સરની દવા મંગાવી હતી પરંતુ બંધ હોવાને કારણે વપરાશ ન થતા પાછી મોકલાવી હતી તેમ જાણવા મળે છે. હકિકત સિવિલ હોસ્‍પીટલમાં કેન્‍સરના દર્દીની દવા ઉપલબ્‍ધ કરવામાં આવેલ પરંતુ કેન્‍સરના દર્દીને જાણકારી આપવામાં આવેલ નહી તેમજ ડોકટરો દ્વારા આ દવા પ્રેન્‍સરના દર્દીએ વિનામુલયે મળી રહે તે માટે કેશ પેપરમાં લખવામાં આવતી નથી? જેના કારણે બેદરકારી દાખવવામાં આવતા દવા પરત મોકલી આપવામાં આવેલ?

સિવિલ હોસ્‍પીટલમાં કેન્‍સરના દર્દીનો અલગ ન હોવા છતા અત્રેની હોસ્‍પીટલમાં અન્‍ય વિભાગમાં જે દર્દીને સારવાર આપવામાં આવે છે. તે જોઇન કેન્‍સરના દર્દીને અન્‍ય જીલ્લામાંથી કિોમ થેરાપી લઇને આવ્‍યા હોય તેવા કેન્‍સર પીડીત દર્દીને આડ અસર થાય જેવી કે નબળાઇ, ઇન્‍ફેકશન, ઝાડા ઉલ્‍ટી, જેવી આડઅસર થાય અથવા ડ્રેસીંગ કરવાનું થાય તો આવા કેન્‍સર પીડીત દર્દીને અહી સારવાર આપવામાં આવે છે. પરંતુ ભાવસિંહજી સિવિલ હોસ્‍પીટલ ખાતે સારવાર દાખલ કેન્‍સરના દર્દી અથવા બહારથી સારવાર લેતા દર્દીને કેન્‍સરની દવાનો જથ્‍થો સરકારી સિવિલ હોસ્‍પીટલ ન હોય પરંતુ સારવાર લેતા દર્દી જો બહારથી દવા ઇન્‍જેકશન લાવે તો અહી સારવાર વિનામુલ્‍યે કરવામાં આવે છે.

પોરબંદર જિલ્લામાં તેમજ આસપાસ પાડોશી જીલ્લામાં કેન્‍સર પીડીત અનેક દર્દીઓ છે. આવા દર્દીઓને કિમોથેરાપી સહીતની દવા માટે રાજકોટ-અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે અને સાથે સાથે દર્દીના પરીવારજનો પણ સહાયકમાં સાથે  હોય જેથી વાહન ભાડુ તથા ઇમરજન્‍સી વખતે દર્દીને તંદુરસ્‍તી સારવાર માટે મસમોટા ખર્ચ કરી ખાનગી હોસ્‍પીટલમાં સારવાર લેવી પડે. જેના નાના જરૂરીતવાળા નબળા કે મધ્‍યમ વર્ગના આર્થીક તથા શારીરીક રીતે તેની સ્‍થિતિ કફોડી અને દયનીય બની જાય છે. આર્થીક બોજ ા કરવા પડે. વ્‍યાજ ભરવુ પડે અને વ્‍યાજખોરોનો ત્રાસ જુલ્‍મ સહન કરવો  પડે તે નફામાં વહેલી તકે ભાવસિંહજી સિવિલ હોસ્‍પીટલ ખાતે તાત્‍કાલીક અસર અલાયદો કેન્‍સર વોર્ડ શરૂ કરવા માંગણી થઇ રહી છે.

(2:36 pm IST)