Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પોરબંદર જિલ્લામાં અર્ધાથી સવા ઇંચઃ ફોદારા જળાશયમાં ૧ ફુટ તથા ખંભાળા જળાશયમાં ર ઇંચ નવુ પાણી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૪ : આજે સવારે ૬ વાગ્‍યે વરસાદનું હળવુ ઝાપટું વરસી ગયુ હતું. જિલ્લામાં બે દિવસમાં સરેરાશ અર્ધાથી સવા ઇંચ વરસાદ વરસી ગયો હતો.

બરડા ડુંગરમાં છુટો છવાયો વરસાદ સમયાંતરે વરસી જતો હોય ફોદાળા જળાશયમાં ૧ ફુટ નવુ પાણી આવતા કુલ સપાટી રર ફુટ પહોંચી છે. ખંભાળા જળાશયમાં ર ઇંચ નવા પાણીની આવક થઇ છે. કુલ સપાટી ર૪.૬ ફુટ પહોંચી છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૮ મીમી (૮પ મીમી) રાણાવાવ ર૦ મીમી (૧રપ મીમી) કુતિયાણા ૩૧ મીમી (૧રર મીમી) એરપોર્ટ હવામાન કચેરી પોરબંદર વરસાદ ૪.ર મીમી નોંધાયો છે.

પોરબંદર દરિયામાં ચોમાસાનો કરન્‍ટ હોય કાંઠે મોજાનું જોર વધ્‍યું છે દરિયાકાંઠે ભેખડ સાથે મોજા અથડાયા બાદ તેની છાંટ નજીકના ઇન્‍દ્રેશ્વર મંદિરની ધ્‍વજાને ભીંજવી નાખે છે. વોરાવાડ દરિયાકાંઠે લાંબી બ્રેક વોટર દિવાલ સાથે મોંજા ઉછળીને રોડ ઉપર રેલાય જાય છે.

ગુરૂત્તમ ઉષ્‍ણતામાન ૩ર.૪ સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણાતમાન ર૭.પ સે.ગ્રે. ભેજ ૮૮ ટકા, હવાનું દબાણ ૧૦૦૧ એચ.પી.એ. સુર્યોદય ૬.૧૪ તથા સુર્યાસ્‍ત ૭.૩૮ મીનીટે

(1:19 pm IST)