Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ધોરાજીના જામકંડોરણા રોડ પર ફોફળ પાઈપલાઈનનો એરવાલ્‍વ લીકેજ થતાં પાણીનો વેડફાટ

ધોરાજી,તા.૪: ધોરાજીના જામકંડોકરણા રોડ પર આવેલ ફોફળ પાઈપલાઈનનો એર વાલ્‍વ ટેકનીકલ કારણોસર લીકેજ થતાં મોટાપાણીનો જથ્‍થોનો વેડફાટ થતાં સ્‍થાનીક રહીશોમાં રોષ વ્‍યાપી ગયેલ છે.

સ્‍થાનીક રહીશો એ જણાવ્‍યું હતું કે હાલમાં તંત્ર વાહકો દ્વારા ત્રણ ચાર દિવસે પાણી વિતરણ કરાઈ છે. ત્‍યારે ફોફળ પાઈપલાઈનના એર વાલ્‍વમાં ફોલ્‍ટથી મોટો પાણીનો જથ્‍થાનો વેડફાટ થયેલ છે. તંત્ર વાહકો દ્વારા ફોફળ પાઈપલાઈન એર વાલ્‍વ રીપેરીંગ કરવાની રજૂઆત કરાઈ છે.

(1:19 pm IST)