Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વઢવાણમાં મુસ્‍લિમ પરિવારના એકના એક પુત્રનું કરૂણ મોત

થાન પાસે ધંધાર્થે જતા પરિવારને અકસ્‍માત

વઢવાણ, તા.૪: વઢવાણમાં મોટાપીર ચોક વિસ્‍તારમાં રહેતા અને સામાન્‍ય ધંધો કરી અને પોતાનું ગુજરાન ચલાવતા ધંધાના કામ અર્થેમળશે પિતા પુત્ર અને માતા થાન પાસે જઈ રહ્યા હતા ત્‍યારે અકસ્‍માત સર્જાવા પામ્‍યો હતો અને જેમાં માતાને પણ માથાના ભાગે બ્રેન ( થઈ જવાની ઘટના બની છે અને પુત્રનું માથામાં ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્‍થળ ઉપર જ મોતનીપજી હોવાનું જાણવા મળી રહ્યું છે મોટા પીરચોક વિસ્‍તારમાં અબ્‍બાસ ભાઈ મોહમ્‍મદભાઈના પુત્ર ઝાહિદનું થાન પાસે અકસ્‍માતમાં મોત નિપજયુ છે ત્‍યારે અરેરાટીભર્યો માહોલ સર્જાવા પામ્‍યો છે નવાઈની વાતો એ છે કે અબ્‍બાસભાઈને એકનો એક જ પુત્ર હતો શોકના માહોલ સાથે તેની જનાજા યાત્રા નીકળી જેમાં સર્વ જ્ઞાતિના સ્‍વયંભૂ લોકો જોડાયા હતા.

(2:37 pm IST)