Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જૂનાગઢ મનપા દ્વારા રાઉન્‍ડ ધ ક્‍લોક કંટ્રોલ રૂમ ધમધમશે

શહેરના નાગરિકો લાઇટ,પાણી, રસ્‍તા, ગટર, વૃક્ષો પડી જવા, વરસાદી પાણીના ભરવા સહિતની ફરિયાદો નોંધાવી શકાશે

જૂનાગઢ તા.૪: જૂનાગઢ મહાલનગરપાલિકા દ્વારા મહાનગર સેવા સદનના સ્‍ટ્રીટલાઈટ શાખામાં વર્ષાઋતુને ધ્‍યાનમાં રાખીને તા.૧-૬-૨૦૨૨થી રાઉન્‍ડ ધ ક્‍લોક કંન્‍ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્‍યો છે. જેમાં જૂનાગઢ શહેરના નાગરિકો ફોન નં- ૦૨૮૫ ૨૬૨૪૪૫૨ તથા ટોલ ફ્રી નં- ૧૮૦૦૨૩૩૩૭૧ પર લાઈટ,પાણી,રસ્‍તા,ગટર વૃક્ષો પડી જવા,ᅠવારસાદી પાણીના ભરાવા વગેરેની ફરિયાદ નોધાવી શકાશે. ઉપરાંત અન્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન કરવામાં આવશે.

આ કંન્‍ટ્રોલ રૂમની ફરજ માટે મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓની રાઉન્‍ડ ધ ક્‍લોક ફરજ સોંપણીનો હુકમ પણ કરી દેવામાં આવ્‍યો છે. વધુમાં કન્‍ટ્રોલ રૂમ ખાતે જરૂરી સાધન સામગ્રી માટે વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તેમ મહાનગરપાલિકાના જનસંપર્ક અધિકરીની એક યાદીમાં જણાવાયું છે.

(1:22 pm IST)