Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા ૩ કેસ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૪ : જિલ્લામાં ર૪ કલાકમાં કોરોના પોઝીટીવના નવા ૩ કેસ આવ્‍યા છે. અત્‍યાર સુધીમાં જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોનો કુલ આંક ૪૦૬૩ થયો છે.

ગઇકાલે ૬૧ર વ્‍યકિતઓના કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. જેમાં ૩ વ્‍યકિતઓનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્‍યા હતા. અત્‍યાર સુધીમાં જિલ્લામાં કુલ ૩૭૭૭ર૯ કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જિલ્લામાં કોરોનાના હાલ ૯ એકટીવ કેસો છે. સિવિલ હોસ્‍પિટલમાં હાલ પ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહેલ છે.

(1:23 pm IST)