Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જામનગરના રિલાયન્‍સ મોલમાં અમેરીકન શકરીયાની સપ્‍લાયમાં ગફલો કરનાર છ સામે પોલીસ ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: કચ્‍છ જિલ્લાના નલીયા તાલુકાના છાદુળા ગામે રહેતા જોનસિંગ ભગવાનજી ચાવડા, ઉ.વ.૩૭ વાળા એ મેઘપર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩-૦૯-ર૦ર૧ થી તા.૧૩-૦ર-ર૦રર દરમ્‍યાન આરોપીઓ લલીત નવારામ ભારતી, શિવપુજન રામકિશોર તિવારી, માંગીલાલ નવારામ ભારતી, ચેનારામ, જયપાલસિંહ ચુડાસમા , સચિનસિંહ શૈલેન્‍દ્રસિંહ એ અગાઉથી પુર્વઆયોજીત કાવત્રુ રચી એકબીજા સાથે મેળાપીપણું કરી રિલાયન્‍સ મોલના સ્‍ટોરમાં ઓછા માલ રૂ.ર૬,૬૦,૪૦૦/- તથા અમેરિકન શકકરીયાની ગુણવતા ફેરના રૂ.૩પ,પ૧,૩૭પ/- ના મળી કુલ રૂ૬૩,૧૧,૭૭પ ની રકમની સ્‍ટોર સાથે છેતરપીંડી અને વિશ્‍વાસઘાત કરી રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ઓળવી જઈ ગુનો કરેલ છે.

ગાળો દેવાની ના પાડતા મહિલાને ધમકી

અહીં દિ.પ્‍લોટ -પ૮, વાઘરીવાસમાં રહેતા કાજલબેન દિલીપભાઈ મકવાણા, ઉ.વ.૧૯ એ સીટી ભએભ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્‍લોટ -૬૦ના ઉતમપ્રેસની દુકાન પાસે ફરીયાદી કાજલબેન તેના ભાઈ ઘરે જમવાનું લેવા જતા હોય ત્‍યારે આરોપી લાલો ભાનુશાળી એ ફરીયાદી કાજલબેનને ગાળો આપી જેથી ફરીયાદી કાજલબેને ગાળો આપવાની ના પાડતા ઉશ્‍કેરાઈને કહેલ કે અહીં દેખાતી નહી નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

ચા પીવા ગયેલ યુવાનને બે શખ્‍સોએ લમધાર્યો

નાઘેડી ગામે ગરબી ચોકની અંદર હરસિઘ્‍ધી સોસાયટી માં રહેતા રાજેન્‍દ્રસિંહ હરીસિંહ રાઠોડ, ઉ.વ.ર૦ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૭-ર૦રરના જનતા ફાટક પાસે આવેલ સોનલ કૃપા હોટલે ફરીયાદી રાજેન્‍દ્રસિંહ ચા પીતા હતા તે વખતે આરોપીઓ નિલેશ ડાંગર તથા જયદીપ લગારીયા ત્‍યાં આવી ફરીયાદી રાજેન્‍દ્રસિંહ સાથે બોલાચાલી ઝઘડો કરી ફરીયાદી રાજેન્‍દ્રસિંહ ગાળો આપી આરોપી નિલેશ ડાંગર એ તેની પાસે રહેલ લોખંડનો પાઈપ ફરીયાદી રાજેન્‍દ્રસિંહને માથાના ભાગે મારતા માથાના ભાગે નવેક ટાંકા આવેલ તેમજ જમણી આંખ નેણ ઉપર ત્રણેક ટાકા આવેલ તેમજ આરોપી જયદીપએ ફરીયાદી રાજેન્‍દ્રસિંહને પકડી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

ગેરકાયદે રીફીલીંગ કરતા શખ્‍સની ધરપકડ

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જગદીશભાઈ લખુભાઈ ગાગીયાએ ફરીયાદ નોંધાવી છે કે,  ખોડીયાર માતાના મંદિર વાળી ગલીમાં રામ મંદિર પાસે એસ.એસ.ઈલેકટ્રીકલ જાહેર રોડ પર આરોપી પ્રેમસિંઘ રામાયણસિંઘ કુશવા એ ગેસનંું રીફીલીંગ કરી વેચાણ કરવા માટેનું કૃત્‍ય કરી એક ખાલી તથા અડધો ભરેલ ગેસનો રિલાયન્‍સ કંપનીના લાલ કલરના બાટલા નંગ-ર જે એક ખાલી બાટલાની ગેસની કિંમત રૂ.૧પ૦૦/- તથા અડધા ભરેલ બાટલાની કિંમત રૂ.ર૦૦૦/- જે બને બાટલાની કિંમત કુલ રૂ.૩પ૦૦૦/- તથા કંપની વગરના ૪ કિલોગ્રામ વાળા લાલ કલરના ગેસ ભરેલા બાટલા નંગ-૩ જે એક બાટલાની ગેસ તથા બાટલા સહિત કિંમત રૂ.૪૦૦/- જે તમામ ચારેય બાટલાની કુલ કિંમત રૂ.૧,ર૦૦/- તથા ગેસ રીફીલીંગ માટેની નિપલ નંગ-૧, કિંમત રૂ.પ૦/- તથા એક વજન કરવા માટેનો ઈલેટ્રીક કાટો જેની કિંમત રૂ.૧પ૦૦/- મળી કુલ રૂ.૬રપ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

૧૩ બોટલ દારૂ ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્‍લોટ- પ૪, વિશ્રામવાડી ચોકમાં આરોપી હિરેનભાઈ ઉર્ફે હીરો રમેશભાઈ ડોડીયાએ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે નીકળતા ઝડપાઈ ગયેલ છે તથા દારૂ સપ્‍લાય કરનાર આરોપી જીગ્નેશ વિનોદભાઈ ખીચડા ફરાર થઈ ગયેલ છે.

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, ઠેબા ચોકડી માલધારી હોટલ પાસે આરોપી અકરમભાઈ ઉર્ફે નવાજ સલીમભાઈ નાઈ તથા પ્રથમભાઈ જીતેન્‍દ્રભાઈસ ચૌહાણ પોતાના કબ્‍જામાં દારૂની બોટલ નંગ-૧ર, કિંમત રૂ.૬,૦૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

કેમ્‍પસમાં બેસવની ના પાડી છે ને તેમ કહી માર માર્યાની રાવ

અહીં આયુર્વેદીક સ્‍ટાફ કોલોની બ્‍લોક નં.સી/૮માં રહેતા અનિરૂઘ્‍ધસિંહ બચુભા સોઢા, ઉ.વ.પ૭ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  ફરીયાદી અનિરૂઘ્‍ધસિંહ આયુર્વેદીક કોલોની પંપા હાઉસ વાળા ગેઈટ પાસેથી પોતાનું મોટરસાયકલ લઈ ઘરે જતા હતા તે દરમ્‍યાન આરોપી દેવેન્‍દ્રસિંહ ઝાલાએ ફરીયાદી અનિરૂઘ્‍ધસિંહને રોકીને કહેલ કે તને અહીં કેમ્‍પસમાં બસવાની ના પાડેલ છે તો કેમ સમજતો નથી તેમ કહી આરોપી દેવેન્‍દ્રસિંહ ઝાલા તથા કૌશીકભાઈએ ફરીયાદી અનિરૂઘ્‍ધસિંહને ગાળો કાઢી જે ફરીયાદી અનિરૂઘ્‍ધસિંહએ ગાળો આપવાની ના પાડતા આરોપી કૌશીકભાઈએ પમ્‍પ હાઉસ પાસેથી લોખંડનો પાઈપ લઈ આરોપી દેવેન્‍દ્રસિંહને આપી આરોપી દેવેન્‍દ્રસિંહએ એક ઘા ફરીયાદી અનિરૂઘ્‍ધસિંહને ડાબા હાથના કાંડા તથા બીજો ઘા જમણા હાથની કોણી પાસે તથા ત્રીજો ઘા વાસાના ભાગે મારી તથા ડાબા હાથના કાંડા પાસે ફેકચર ઈજા કરી તથા વાસના ભાગે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

બાથરૂમમાં પડી જતા યુવાનનું મોત

અહીં શંકરટેકરી, સિઘ્‍ધાર્થ કોલોની શેરી નં.-૩, શાળા નં.૧-ર પાસે રહેતા ભાણજીભાઈ સનજીભાઈ ચૌહાણ ઉ.વ.૭૮ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, જયેશ ભાણજીભાઈ ચૌહાણ, ઉ.વ.૪૪ પોતાના ઘરે બાથરૂમાં લપસી પડી જવાથી મૃત્‍યુ પામેલ છે.

યુવાને આયખું ટુંકાવ્‍યું

કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામે રહેતા દિલીપભાઈ દાનાભાઈ સોમૈયા, ઉ.વ.પ૦ એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, કૌશીકભાઈ દિલીપભાઈ સોમૈયા, ઉ.વ.ર૩ એ પોતે પોતાના હાથે કોઈ અગમ્‍ય કારણોસર પોતાના રહેણાક મકાનના બીજા માળે રૂમમાં સુતરના દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા મૃત્‍યુ પામેલ છે.

(1:24 pm IST)