Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જામનગર શાંતિ ભુવન જૈન દેરાસરમાં ઘાડ પાડનાર ૬ આરોપીઓ ઝડપાયા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા. શહેરના શાંતિ ભુવન જૈન દેરાસરમાં ઘાડ પાડનાર ૬ આરોપીઓને પોલસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા.

ગઇ કાલ તા.૦૨/૦૭/૨૦૨૨ ના રોજ જામનગર શાંતી ભુવન જૈનદેરાસર મંદિરમાં ધાડનો  બનાવ બનેલ હોય તે અનુસંધાને જામનગર સીટી એ ડીવી પો.સ્‍ટે ના ગુ.ર.ન.૧૧૨૦૨ર૦૦૮૨૨૧૦૫૩ ઇ.પી.કો  કલમ- ૩૯૫, ૩૪૧, ૪૪૧, ૩૩૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબનો ગુન્‍હો દાખલ થયેલ હોય જેમા આરોપીઓ  તરીકે પ્રિતેષ ઉર્ફે પીન્‍ટુ ભરતભાઈ પટેલ, રહે. પાઠક ફળી, અણદાબાવાનો ચકલો, જામનગર તથા પ્રદિપસિંહ  અજીતસિંહ વાઘેલા, રહે.ગુરુદ્રારા પંચાયત પાસે, રબારી ચોક, જામનગર તથા સંજય અશોકભાઈ બાઉકીયા,  રહે.વ્રજવીહાર સોસાયટી, જામનગર તથા જયવિર દિપકભાઈ ચૌહાણ, રહે.રાજપાર્ક, સેવાસદન વાળો ઢાળીયો,  જામનગર તથા મદ્રાસી કરણ ઉર્ફે બાડૉ રાજેન્‍દ્રભાઈ નાયર, રહે. જામનગર તથા નિર્મળ ઉર્ફે ત્રીકમ બેચરભાઇ  પઢીયાર, રહે.આણદાબાવાના ચકલામાં પ્‍લ હાઉસ પાસે, જામનગર વાળાઓ હોય જે આરોપીઓને પકડી પાડવા  માટે પોલીસ અધિક્ષક પ્‍ેચસુખ ડેલૂની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જટવિરસિંહ ઝાલા   તથા પોલીસ ઇન્‍સપેકટર એમ.જે.જલુ  તથા એલ.સી.બી. શાખાના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.  કે.ક.ગોહીલ ના માર્ગદશન મુજબ સીટી એ ડીવી. પો.સ્‍ટે. ના સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પોલીસ ઇન્‍સ.  એમ.જે.જલુ  તથા પો.સબ.ઇન્‍સ. એમ.વી.મોઢવાડીયા  સાથે પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં  હતા તેમજ એલ.સી.બી. શાખાના  ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.  કે.કે.ગોહીલ  તથા પો.સબ.ઇન્‍સ.  આર.બી.ગોજીયા  સાથે શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન સીટી એ ડીવી. પો.સ્‍ટે. ના સર્વેલન્‍સ  સ્‍ટાફની તેમજ એલ.સી.બી. શાખાના સ્‍ટાફની સંયુક્‍ત કામગીરીથી નીચે જણાવેલ આરોપીઓને ગણતરીની  કલાકોમાં જામનગર લાલપુર બાયપાસ ચોકડી પાસેથી પકડી પાડી ધાડનો ગુન્‍હો ડિટેક્‍ટ કરી પોલીસ ઇન્‍સ.  એમ.જે.જલુ  દ્વારા આરોપીઓને હસ્‍તગત કરવામાં આવેલ છે તેમજ આગળની તપાસ તજવીજ ચાલુ છે.  આરોપી નં-(૧) પ્રીતેશભાઇ ઉફે પીન્‍ટુ ભારતભાઇ રાજપરા જાતે પટેલ ઉ.વ.૩૭ ધંધો પ્રા.નોકરી રહે-  આંણાદાબાવાનો ચકલો મહાલક્ષ્મીનો ચોક ઓઝાનો ડેલો જામનગર  આરોપી નં-(ર) પ્રદીપસિંહ ઉફે છોટીયો અજીતસિંહ વાધેલા જાતે ગી.રા ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે ગુરૂદ્દાર તાલુકા  પંચાયત જલારામ નગર જામનગર  આરોપી નં-(૩) સંજય ઉફે સંજલો અશોકભાઇ બાહુકીયા જાતે કોળી ઉ.વ.૨૬ ધંધો મજુરી રહે કાલાવડનાકા બહાર  મહારાજા સોસાયટી લાલવાડી આવાસ પાછળ જામનગર  આરોપી નં-(૪) જયવીરભાઇ દીપકભાઇ ચૌહાણ જાતે ખવાસ ઉ.વ.૨૬ ધંધો ડ્રાયવીંગ રહે રાજપાર્ક સેવાસદન  વાળો ઢાળીયો દીપક પાનની સામે જામનગર  આરોપી નં-(૫) કીશનકુમાર ઉફે કરણ ઉફે ડાડો રાજેન્‍દ્રભાઇ નાયર જાતે મદ્રાશી ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે  રાજપાર્ક ગુરૂકુપા પાન વાળી શેરીમાં જામનગર  આરોપી નં-(૬) નીર્મલ ઉફે ત્રીકમ રમેશભાઇ પઢીયાર જાતે કંદોઇ વાણીયા ઉ.વ.૩૦ ધંધો કંદોઇ કામ રહે-આંણદા  બાવાનો ચકલો કચેરી ફરી જામનગર    આ કામર્ગીરીમાં પો.ઇન્‍સ. એમ.જે.જલુ  તથા ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે.કે.ગોહીલ સા. તથા પો.સબ.ઇન્‍સ એમ.વી.મોઢવાડીયા  તથા પો.સબ.ઇન્‍સ. આર.બી.ગોજીયા  તથા સીટી એ ડોવી. પો.સ્‍ટે. ના સર્વેલન્‍સ સ્‍ટાફ દ્રારા તેમજ એલ.સી.બી. શાખાના સ્‍ટાફ દ્વારાં કરવામા આવેલ છે.

(1:29 pm IST)