Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જામનગર માટે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત ૫૮૮ કામો માટે રૂા. ૪૩ કરોડ ૮૫ લાખની ગ્રાન્‍ટની મંજૂરીને આવકારતુ શહેર ભાજપ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૪ : મુખ્‍યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડ દ્વારા આ બધી દરખાસ્‍તો રજૂ કરવામાં આવી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્‍વયે કુલ-પ૮૮ કામો માટે રૂ. ૪૩.૮પ કરોડની રજૂ થયેલી દરખાસ્‍તને અનુમતિ આપી છે. જામનગર મહાનગરપાલિકા હવે, આ પ૮૮ કામો અંતર્ગત પેવર બ્‍લોક, સી.સી. રોડ, ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કામો હાથ ધરશે. સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટકમાં રસ્‍તાના કામો માટે રાજય સરકાર, સોસાયટી અને સ્‍થાનિક સંસ્‍થા વચ્‍ચે કુલ ખર્ચ ૭૦-ર૦-૧૦ મુજબ ભોગવવાની જોગવાઇ કરવામાં આવેલી છે

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્‍યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંમણીયા, વિજયસિંહ જેઠવા, મેરામનભાઈ ભાટુ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ, પૂર્વ રાજયમંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, સ્‍ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્‍યા, ડે મેયર તપન પરમાર, દંડક કેતન ગોશરાણી, શિક્ષણસમિતી ચેરમેન મનીષ કનખરા, સહિત શહેર સંગઠનના હોદેદારો પદાધિકારીઓ, મોરચા પ્રમુખ, શહેર કારોબારી અને સેલના સભ્‍યો, કોર્પોરેટરો, વોર્ડ સમિતિના પદાધિકારીઓ વગેરેએ ગુજરાત રાજય મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના ૫૮૮ કામો અન્‍વયે રૂ. ૪૩ કરોડ ૮૫ લાખની રકમ મંજુર કરેલ છે, તેને આવકારેલ છે. ભારતીય જનતા પાર્ટી જામનગર મીડિયા વિભાગના કન્‍વીનર ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(2:43 pm IST)