Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

દ્વારકા જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૬.૯૧% થયો

ખંભાળીયા,તા. ૪ : દ્વારકા જિલ્લામાં શરૂ થયેલ વરસાદથી ચાલુ વર્ષે મોસમનો કુલ વરસાદ ૧૬.૮૧ ટકા થયો છે. જેમાં સૌથી વધુ ખંભાળીયા તાલુકામાં મોસમનો ૩૬ ટકા વરસાદ પડી ગયો છે.

ખંભાળિયા તાલુકામાં અત્‍યાર સુધીમાં ૨૯૫ મીમી. ભાણવડમાં ૧૨૧ મીમી., દ્વારકામાં ૫૧ તથા કલ્‍યાણપુરમાં ૩૮ મીમી., મોસમનો કુલ વરસાદ પડયો છે.

ગત વર્ષે કલ્‍યાણપુર તાલુકો  જિલ્લામાં સૌથી વધુ ૮૫૫ સાથે પ્રથમ હતો. જ્‍યારે આ વખતે હજુ સૌથી પાછળ છે. જો કે આવતીકાલથી સિસ્‍ટમ પુરી કાર્યરત થાય છે. ત્‍યારે કલ્‍યાણપુર તાલુકામાં પછી નોંધપાત્ર વરસાદ પડે તો નવાઇ નહીં.

(2:45 pm IST)