Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સાવરકુંડલા રેલ્વે સ્ટેશનના પોલીસ અધિકારી ઉસ્માનભાઇ સોલંકીને વિદાયમાન

સાવરકુંડલા રેલ્વે સ્ટેશનના બે પોલિસ અધિકારીઓના સન્માનમાં એક સમારંભ યોજાઈ ગયો. તાજેતરમાં નિવૃત થયેલા ઉસ્માનભાઈ સોલંકીનો વિદાય સમારંભ અને સાવરકુંડલા રેલ્વે સ્ટેશન પર પોલિસ અધિકારી તરીકે હોદ્દો સંભાળનાર સંજયભાઈ વાળાનો આવકાર સમારંંભમાં નિવૃત રેલ્વે અધિકારી હરજીભાઈ વિંઝુડા, કોંગ્રેસ અગ્રણી હસુભાઈ બગડા,  કોંગ્રેસ અગ્રણી હરીભાઈ સગર, રેલ્વે અધિક્ષક લખડા, ટિકીટ માસ્ટર ગૌરાંગભાઈ વેગડા, ટિકીટ માસ્ટર હરેશભાઈ ટકટકિયા,  નિવૃત રેલ્વે સુરક્ષા કર્મી ઈશ્વરભાઈ, ટીભાઈ મલેક, કેતનભાઈ એલઆઈસીવાળા, કોંગ્રેસ અગ્રણી અહમદભાઈ ફ્રુટવાળા,  મહેન્દ્ર સોરઠિયા, ચંર્દ્કાંત ભરખડા, રેલ્વે ઈલેકટ્રીક વિભાગના હેડ રાજુભાઈ બગડા, અશ્વીનભાઈ વિંઝુંડા, વીટીવીના  પત્રકાર દિલીપ જીરુકા, સંદેશ ન્યુઝના સુર્યકાંત ચૌહાણ, એબીપીના હરેશ ખુમાણ, ઝી ટીવીના કેતન બગડા, ગુજરાત લાઈવ ચેનલ હેડ જીજ્ઞેશ ગળથિયા વગેરે  ઉપસ્થતિ રહ્યાં હતા. કાર્યક્રમનુ સંચાલન ટીવી પત્રકાર મહેન્દ્ર બગડા દ્વારા કરવામાં આવ્યુ હતુ. (ઇકબાલ ગોરી)

(1:56 pm IST)