Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

બાબરા નાના બસ સ્ટેશન પાસે સીસી રોડનું ખાતમુહૂર્ત

](દિપક કનૈયા) બાબરાઃ બાબરાના નાના બસ સ્ટેશન પાસે વેપારીઓની છેલ્લા ઘણા સમયથી રોડની બંને સાઇડ પર બ્લોક રોડ બનાવવાની માંગ હતી નાના બસ સ્ટેશનના વેપારી આગેવાન અને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા દ્વારા બાબરા નગરપાલિકા આર એમ બી શાખામાં તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી રોડ મંજુર કરાવેલ હતો હાઇવે રોડ પરની બને સાઇડ પર નગરપાલિકા દ્વારા રોડનો કામગીરીનો પ્રારંભ બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા હસ્તે ખાતમુહૂર્ત કરી કામ ચાલુ કરાવ્યું હતું શહેર ભાજપના વરિષ્ઠ આગેવાન બીપીનભાઇ રાદડીયા નગરપાલિકાના ઉપપ્રમુખ વસંતભાઇ તૈરેયા સુરેશ ભાઇ ભાલાળા પાલિકાના સભ્યો અંકુરભાઇ જસાણી પ્રવિણભાઇ કરકર નિતિનભાઈ દસલાણીયા ગંભીરશીહ સોલંકી ભોલી, સહીત વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વેપારીઓની માંગ સંતોષતા નગરપાલિકા પ્રમુખ લલીતભાઇ આંબલીયા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયાને વેપારી આગેવાનએ આભાર માન્યો હતો.

(1:59 pm IST)