Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ચિતલમાં ૭ વર્ષના પુત્રને ઝેર પાઇ હત્યા કર્યાની રાવ

અમરેલી તા. ૪ : ચિતલ નેૈમી ચારણ્ય ગોૈશાળા નજીક રહેતા તુષારભાઇ ભરતભાઇ સાવલીયા ઉ.વ.૨૮ ના દિકરા જયવીર ઉ.વ.૭ ને તુષારભાઇની પત્ની કાજલબેને ઝેરી દવા પીવડાવી મોત નિપજાવી હત્યા કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.અને કાજલબેન પણ કોઇ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયેલ જયાં સારવાર દરમિયાન મોત નિપજયાંનું પિતા વિનોદભાઇ ટીંબડીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

પૈસા માંગવા જતા

કડીયાળી ગામે રહેતા ગભરૃભાઇ રામભાઇ મકવાણા ઉ.વ.૨૫ ના મોટાભાઇ કનુ રામભાઇ મકવાણા તેમના બા પાસે વાપરવાના પેૈસા માંગવા આવીને માથાકુટ કરતા ગભરૃભાઇએ ના પાડતા જે મનદુઃખ રાખી શાક બકાલુ લઇને ઘરે આવતા કનુએ લાકડાના ધોકા વડે માર મારી ધમકી આપ્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

તમંચા સાથે ઝડપાયો

મોટા આંકડીયા ગામના પાટીયા નજીક એમપીના ઇડી ફળીયા બડાગુડા તા.જોબાડના ભવરસિંહ કેદુભાઇ વાસ્કલાને લાયસન્સ વગરના હાથ બનાવટનો દેશી તમંચો રૃા.૨૦૦૦ ની કિંમતના મુદામાલ સાથે અમરેલી એસઓજીના હે.કોન્સ.આદિત્યભાઇ બાબરીયાએ મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.

બુલેટ સળગાવી નાખ્યું

વાંકીયા ગામે રહેતા મંગળુભાઇ ભીમભાઇ વાળાના દિકરા ગોૈતમ ઉર્ફે શકિતને વાંકીયા ગામના નયનાબેન ભરતભાઇ દાતેવાડીયાના છોકરા સાથે બોલાચાલી થયેલ જેનું મનદુઃખ રાખી નયનાબેન ભરતભાઇ દાતેવાડીયા, દાદરૃ કાળુભાઇ ગોહીલ, અતુલ નાનકુભાઇ ભુવા, મુકેશ નાનકાભાઇ ડાભેસરા, કિશોર કલ્યાણભાઇકાનાણી ગેરકાયદે સર મંડળી રચી પિતા પુત્રને ગાળો બોલી ધમકી આપી બુલેટ પાદરમાં લઇ જઇ પેટ્રોલ છાંટી સળગાવી નાખી નુકસાન કર્યાની અમરેલી રૃરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

મારી નાખવા ધમકી

ચાંચ ગામે સંતોષભાઇ બાબુભાઇ ગુજરીયા ઉ.વ.૧૯ ના મોટા ભાઇ સામાવાળાના સંબંધીની દિકરીને લઇ ગયેલ જે મનદુઃખ રાખી સુખદેવ નરશી ભાઇ ગુજરીયાએ લાકડી વડે તેજમ નરશી ટપુભાઇ શિયાળ, રૃડીબેન નરશીભાઇ શિયાળ, મુકેશ નરશીભાઇ ગુજરીયાએ ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રાજુલાના મફતપરામાં રહેતી શિલ્પાબેન જસવંતભાઇ સોલંકી ઉ.વ.૩૨ ને છેલ્લા સાત વર્ષથી પતિ જસવંત રવજીભાઇ, સસરા રવયી માઘુભાઇ સોલંકી અવાર નવાર ત્રાસ આપી માર મારી ઘમકી આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ટીંબી ગામે જુગાર

ટીંબી ગામે ઇકબાલ હસનભાઇ બમાણી જાહેરમાં વરલી મટકાનો હારજીતનો જુગાર રમડતા પો.કોન્સ.રાજદિપસિંહ ગોહીલે રોકડ, સાહીત્ય અને મોબાઇલ મળી કુલ રૃા.૪૩૧૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.

રૃપિયા લઇ આવ

સાવરકુંડલામાં શહેનાઝબેન ઇલ્યાસભાઇ ભટી ઉ.વ.૩૨ ને તેનો પતિ ઇલ્યાસ ઘરમાં પેૈસા ન આપતા કાઇ વસ્તુ લાવી જમવાનું કેમ બનાવવુ જેથી પેૈસા માંગતા ઉશ્કેરાઇ ગાળો બોલી તારા બાપાના ઘરેથી રૃપિયા લઇ આવ તેમ કહી ઢીકાપાટુનો માર મારી ધમકી આપી સાસુ જેનુબેન, સસરા અબ્દુલભાઇ, દિયર નજીર સહિતે મેણા મારી ત્રાસ આપ્યાની લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઉઘરાણી કરતા

તાલુકાન સણોસરા ગામે બાલુભાઇ મુળજીભાઇ દાફડા તથા તેનો દિકરો અને પોૈત્રી ગામમાં આવેલ જીવણબાપાના મંદિરે બેઠા હતા ત્યારે ભવાન મુળજી દાફડા આવીને પૈેસાની ઉઘરાણી કરતા દિકરાએ કહેલ કે તમારી પાસેથી પેૈસા લીધા જ નથી તો શેના આપવાના જેથી સારૃ નહિં લાગતા ગાળો બોલી પિતા પુત્રને ઝાપટ મારી પથ્થર અને ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપ્યાની અમરેલી રૃરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રીક્ષા અકસ્માત

બગસરા બાયપાસ ચોકડી ગોળાઇમાં એક અજાણ્યા છકડો રીક્ષાના ચાલકે પોતાના હવાલાવાળી રીક્ષા પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ગોળાઇમાં સ્ટેઇરીંગ પરનો કાબુ ગુમાવી રીક્ષામાં બેઠેલા કિશોરભાઇ કાળાભાઇ દાફડા ઉ.વ.૪૫ રહે.જુની હળીયાદ તેમજ અંદર બેઠેલા અન્ય પેસેન્જરોને ઇજા પહોંચાડયાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(2:35 pm IST)