Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાનાં પરબના મેળામાં ઈમરજન્સી સેવા કેન્દ્રથી પૂ.કરશનદાસબાપુ પ્રભાવિત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૪: વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાના પરબના મેળામાં ઈમરજન્સી સેવા કેન્દ્રની મુલાકાત લઇ પૂ.કરશનદાસબાપુ પ્રભાવિત થયા હતા.ભેસાણ તાલુકાનું યાત્રાધામ પરબધામમાં ત્રિદિવસીય લોકમેળામાં પૂ.કરસનદાસબાપુએ ધ્વજારોહણ કરી સેવકો, શ્રદ્ધાળુઓ સાથે સત દેવીદાસ, અમર દેવીદાસના જય ઘોષ સાથે મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.મેળામાં ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સાથે લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર બની રહેલ, સતની ધૂણી ઉપર લાખો શ્રદ્ધાળુઓ શિશ ટેકવી ધન્યતા અનુભવી હતી. આ મેળા દરમિયાન છેલ્લા સાત વર્ષથી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા પોતાની ટીમ વર્ક સાથે 'ઇમરજન્સી સેવા કેન્દ્ર' કાર્યાલય દ્વારા યાત્રાળુઓ, પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને મેળામાં પડતી મુશ્કેલીઓ જેવી કે મેળા દરમિયાન એકસીડન્ટ બનાવ બને તો તુરતજ દર્દીને હેલ્થ સેન્ટર સુધી પહોંચાડવા,મેળામાં આવેલા પરિવારજનો એકબીજાથી વિખુટા પડી ગયેલા હોય તો તેનું સુખદ મિલન કરાવવું જેવી નાની મોટી અનેક સમસ્યાઓ બાબતે ધારાસભ્ય અને તેની ટીમ સતત ઇમરજન્સી સેવા કેન્દ્ર ઉપર ઉપસ્થિત રહી લોકોને ઉપયોગી બને છે.મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૃપે ધારાસભ્યશ્રી, ભેસાણ અગ્રણીઓ સાથે મળી  માઇક્રો પ્લાનિંગ મુજબ મેળાનું સુચારુ આયોજન કરવામાં આવે છે.મેળા દરમિયાન પૂ.કરસનદાસબાપુએ ધારાસભ્ય રિબડીયાના ઇમરજન્સી સેવા કેન્દ્ર ઉપર પધારી પોતાના કરકમળથી રીબીન કાપી,આ સેવા કેન્દ્ર દ્વારા થતી કામગીરીને બિરદાવી આશીર્વાદ આપ્યા હતા. ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા એ પૂ.કરસનદાસબાપુને પુષ્પમાળા પહેરાવી આજના મંગલમય દિવસે આશીર્વાદ -ાપ્ત કરેલ. પૂ.બાપુ સાથે પધારેલા પૂ.અમૃતગિરિબાપુ (ચકાચકબાપુ) એ ધારાસભ્યશ્રીની ટીમને અભિનંદન આપી,રાજીપો વ્યકત કર્યોહતો. આ સેવા કેન્દ્રમાં સેવાના ભાગરૃપે ઉપસ્થિત નટુભાઈ પોંકીયા, ભાવેશભાઈ ત્રાપસીયા, સી.વી.જોશી,વજુભાઈ મોવલીયા,રામજીભાઈ ભેસાણીયા,નિતિનભાઈ રાણપરીયા,રવજીભાઈ ઠુંમર, દિપકભાઈ સતાસિયા,જયદીપ શીલુ, વજુભાઈ સયાંગર, રાજુભાઈ, રેનિશભાઈ મહેતા, રતિભાઈ ઉસદડ,ડો.રાજન રીબડીયા,વિવેક રીબડીયા ગ્રુપ સાથે તેમજ અન્ય કાર્યકર્તાઓ સેવા કેન્દ્રના સેવાકીય કાર્યોમાં ઉપયોગી બન્યા હતા. મેળા દરમિયાન ઇમરજન્સી સેવા કેન્દ્રની મુલાકાતે આવેલ ધારાસભ્યો ભીખાભાઈ જોશી, જે.વી.કાકડિયા, મુકેશભાઈ મહેતા, ચંદ્રિકાબેન વાડદોરિયા, કરસનભાઈ વાડદોરીયા, અમિતભાઈ પટેલ,ડો.અમિતભાઈ, હિમાંશુભાઈએ ઇમરજન્સી સેવા કેન્દ્ર દ્વારા થતી કામગીરીથી વાકેફ થઈ રાજીપો વ્યકત કર્યો હતો.

(2:07 pm IST)